Site icon Gujarat Mirror

ઠેબા ગામમાં બૂટલેગરના ઘરેથી સાત લીટર દારૂ મળ્યો

મુદ્ામાલ કબજે, શખ્સની શોધખોળ

પંચકોશી એ પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ દરમિયાન બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પહેલા કેસમાં, ઠેબા ગામના જગદીશ ઉર્ફે લાલો ખેતાભાઈ વાઘેલાના ઘરેથી 7 લિટર દેશી દારૂૂ મળી આવ્યો હતો, પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. બીજા કેસમાં, નાની લાખાણી ગામના રાજેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજાના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. આ કેસમાં પણ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ તેમના ભાઈ વિજયસિંહ ઘરે હાજર હતા. પીજીવીસીએલના અધિકારીઓએ ગેરકાયદેસર વીજ જોડાણ બદલ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Exit mobile version