ગુજરાત
જિલ્લામાં અકસ્માતોની હારમાળા: વિદ્યાર્થી- મહિલા અને બુઝુર્ગના મોત
સ્કૂટર આડે શ્વાન ઉતરતાં મૂળીલાના વિદ્યાર્થીનો ભોગ લેવાયો, કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં બુઝુર્ગનું અને મોપેડ ચાલક યુવતીનો ભોગ લેવાયો: જ્યારે તેની પુત્રીને ઈજા
જામનગર જિલ્લામાં અકસ્માતો ની હારમાળા સર્જાઇ છે, અને એક વિદ્યાર્થી, એક મહિલા તથા એક બુઝુર્ગ સહિત ત્રણના ભોગ લેવાયા છે. કાલાવડના બાલંભડી નજીક શ્વાન આડું ઉતરતાં એક વિદ્યાર્થી બાઈક પરથી નીચે પટકાયો હતો, અને તેનું મૃત્યુ નીપજયું છે. ફલ્લા નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બુઝુર્ગ નો ભોગ લેવાયો છે, જ્યારે ધુવાવ નજીક કાર અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં મોપેડ સવાર મહિલાનું મૃત્યુ નીપજયું છે, જયારે તેની પુત્રી ઘાયલ થઈ છે.
જામનગર જિલ્લામાં સૌપ્રથમ બનાવ કાલાવડ નજીક બાલંભડી ગામ પાસે બન્યો હતો. ત્યારથી પોતાનું બાઈક લઈને હટાણું કરવા માટે જઈ રહેલા રિતેશ પિંજુસિંહ ડામોર નામના આદિવાસી વિદ્યાર્થી તરુણ ને શ્વાન આડું ઉતર્યું હતું, અને બાઈક પરથી નીચે પટકાઈ પડતાં ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પિતા પિંજુસિં સુબાભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીએસ જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક ધુવાવ હાઉસિંગ બોર્ડની કોલોની પાસે અકસ્માત નો બીજો બનાવ બન્યો હતો. ત્યાંથી મોપેડ લઈને પસાર થઈ રહેલી મહિલા જાગૃતિબેન હિમાંશુભાઈ નિમાવત ઉંમર વર્ષ 32 પોતાની સાત વર્ષની પુત્રી શિયા ને લઈને પોતાના ઘેર શેખપાટ ગામે જઈ રહ્યા હતા, દરમિયાન પુર ઝડપે આવી રહેલી જી.જે. 10.ડી.આર 1216 નંબરની કારના ચાલકે મોપેડ ને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો
જેમાં જાગૃતિબેન ને ગંભીર ઇજા થવાથી તેઓનું મૃત્યુ નીપજ્યું છે, જયારે તેની સાત વર્ષની પુત્રી શિયાને ઈજા થઈ છે, અને સારવાર અપાઈ રહી છે. મૃતકના પતિ હિમાંશુભાઈ નિમાવતની ફરિયાદ ના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે અકસ્માત નો ત્રીજો બનાવ જામનગર-રાજકોટ રોડ પર ફલ્લા ગામ નજીક કંકાવટી ડેમના પાટિયા પાસે બન્યો હતો. ત્યાંથી બાઈક લઈને જઈ રહેલા મુળુભાઈ રવાભાઈ ડાંગર નામના જીજે – પ – જે એફ 1478 નંબરની કારના ચાલકે નસ્ત્રમોપેડ ને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને બાઈક ચાલક મુરુભાઈને માતાના ભાગે ગંભીર થવાથી તેઓનું મૃત્યુ નીપજયું છે. જે બનાવ મામલે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.