પટિયાલામાં પ્લાસ્ટિક ડ્રમમાંથી યુવતીની લાશ મળતા સનસનાટી

પટિયાલાની રેલવે કોલોનીમાં એક વાદળી ડ્રમમાં યુવતીની લાશ મળવાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. મૃતકની ઓળખ થઈ શકી નહોતી. પોલીસે લાશને કબજામાં લઈને રાજેન્દ્રા હોસ્પિટલના પીએમ…

પટિયાલાની રેલવે કોલોનીમાં એક વાદળી ડ્રમમાં યુવતીની લાશ મળવાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. મૃતકની ઓળખ થઈ શકી નહોતી. પોલીસે લાશને કબજામાં લઈને રાજેન્દ્રા હોસ્પિટલના પીએમ રૂૂમ (મોર્ચરી) માં સુરક્ષિત રખાવી દીધી છે.

એએસઆઈ ગુરવિન્દર સિંહે જણાવ્યું કે આજે સવારે એક ફોન કોલ દ્વારા પોલીસને માહિતી મળી હતી. DCW પુલ પાસે કચરાના ઢગલા પર એક વાદળી રંગનું ડ્રમ પડ્યું હતું. તેમાં કોઈ લાશ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂૂ કરી હતી. ટીમે ડ્રમમાંથી લાશને બહાર કાઢી. આ લાશ 15 થી 20 વર્ષની છોકરીની હતી. જે પછી ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને જરૂૂરી પુરાવા એકઠા કર્યા.

પોલીસે આ મામલે ઊંડી તપાસ શરૂૂ કરી દીધી છે. એએસઆઈ ગુરવિન્દર સિંહે જણાવ્યું કે હાલમાં આ અજાણી છોકરી વિશે કોઈ નક્કર માહિતી મળી શકી નથી. પોલીસ યુવતીની ઓળખ નક્કી કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. છોકરીના એક હાથ પર નેહા નામનું ટેટૂ સ્પષ્ટ રીતે બનેલું છે. બીજા હાથ પર દિલનું નિશાન પણ જોવા મળ્યું છે. તેના ચહેરા પર હળવી ઇજાના નિશાન પણ મળ્યા છે. પોલીસ આ નિશાનોના આધારે પણ તપાસ આગળ ધપાવી રહી છે.