શિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત

શહેરમાં ખોખડદળ નદીના પુલ પાસે આવેલી શિવધારા સોસાયટીમાં રહેતાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…

શહેરમાં ખોખડદળ નદીના પુલ પાસે આવેલી શિવધારા સોસાયટીમાં રહેતાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ખોખડદળ નદીના પુલ પાસે આવેલી શિવધારા સોસાયટીમાં રહેતાં ભાનુબેન વાલજીભાઈ પાલડીયા નામના 55 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતાં ત્યારે સંધ્યા ટાંણે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી ભાનુબેન પાલળીયાનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ભાનુબેન પાલડીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ભાનુબેન શિવધારા સોસાયટીમાં તેના દીકરી જમાઈ સાથે રહેતાં અને તેમનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.