બેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડી

રાજકોટ શહેરમાં ડિજિટલ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંક ઓફ બરોડા (BOB) ના કર્મચારી હોવાનો ડોળ કરી એક સિનિયર સિટીઝન પાસેથી લાખો…

રાજકોટ શહેરમાં ડિજિટલ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંક ઓફ બરોડા (BOB) ના કર્મચારી હોવાનો ડોળ કરી એક સિનિયર સિટીઝન પાસેથી લાખો રૂૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ ક્રિસેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત અકબરઅલી અબ્દુલહુશેન ભારમલ સાથે આ સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો છે.

ગત 8 સપ્ટેમ્બર 2026ના રોજ ફરિયાદીના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ અને વીડિયો કોલ આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતે બેંકમાંથી વાત કરે છે તેમ કહી ક્રેડિટ કાર્ડ વેરિફિકેશનના બહાને ફરિયાદી પાસેથી તેમના બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ આરોપીએ ‘BOB Bank SENIOR CITIZEN PENSION’ નામની એક કપટપૂર્ણ એપીકે (અઙઊં) ફાઈલ મોકલી તે ડાઉનલોડ કરાવીને ફરિયાદીના મોબાઈલનું અનધિકૃત એક્સેસ મેળવી લીધું હતું.

મોબાઈલ અને એકાઉન્ટનું એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર ઈલેક્ટ્રોનિક માધ્યમથી બેંક ખાતામાંથી નાણાં સેરવવાનું શરૂૂ કર્યું હતું. ગત 12 સપ્ટેમ્બર 2026ના રોજ અકબર અલીના બેંક ખાતામાંથી કટકે-કટકે 25000, 2,00,000, 80000, 1,00,000 અને 20,000 મળી કુલ 4,25,000 ઉપડી ગયા હતા. આ સિવાય આગામી 14 સપ્ટેમ્બરના રોજ વધુ 1,04,000 ખાતામાંથી ટ્રાન્સફર થઈ ગયા હતા. કુલ 5,29,000ની રકમ ઉપડી જતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેમણે તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને એકનોલેજમેન્ટ નંબર મેળવી પ્રાથમિક અરજી નોંધાવી હતી.

આ મામલે ફરિયાદીએ રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 318(4) (ઠગાઈ) તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 ની કલમ 66, 66(સી) અને 66(ડી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ છેતરપિંડીના નાણાં જે જુદા-જુદા ચાર બેંક ખાતાધારકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે તેમની અને તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની સઘન તપાસ સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ગઢવી ચલાવી રહ્યા છે.