ક્રિકેટ સટ્ટાના રેકેટમાં ફરાર વોર્ડ નં.7ના આપના ઉમેદવારના પુત્ર સહિત 3ની શોધખોળ

રાજકોટમાં આર.કે.પ્રાઈમ બિલ્ડીંગમાં ઓફિસ ભાડે રાખી ચાલતાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. વોર્ડ નં.7 ના આપના ઉમેદવારના પુત્ર…

રાજકોટમાં આર.કે.પ્રાઈમ બિલ્ડીંગમાં ઓફિસ ભાડે રાખી ચાલતાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. વોર્ડ નં.7 ના આપના ઉમેદવારના પુત્ર વત્સલ શીંગાળાએ આપેલ માસ્ટર આઇડીમાંથી બેટીંગ થતી હોવાનું ખુલતાં રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે. હાલ પોલીસે માસ્ટર આઇડી આપનાર વત્સલ શીંગાળા, આઇડીમાં રમનાર દેવાંગ ડાભી, જે.ડી અને વિજય ઉર્ફે વી.એમ. વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

150 ફુટ રીંગ રોડ આર.કે. પ્રાઈમ બિલ્ડીંગ પાસે પહોંચતા આર.કે. પ્રાઈમ બિલ્ડીંગ બીજો માળ ઓફીસ નં.216 માં ક્રિકેટનો સટ્ટો રમતા જયદીપ દિનેશ જાદવ (ઉ.વ.30, ધંધો-રોડવેઝ રહે. કોઠારીયા મે.રોડ નંદા હોલ પાસે જુનુ સુભાષનગર શેરી નં.01) અને દર્પણ હરેશ બારસીયા (ઉ.વ.28, ધંધો-લાઇટ ડેકોરેશન, રહે. હરિધવા મેઈન રોડ વિક્રાંતીનગર શેરી નં.03)ની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, માસ્ટર આઇ.ડી. વત્સલ પરેશ શીંગાળા (રહે.રાજકોટ, હાલ અમદાવાદ) પાસેથી મેળવેલ અને આ માસ્ટર આઈડીમાથી અલગ અલગ પોઇન્ટ વાળી કુલ-03 યુઝર આઇડીઓ બનાવી બે આઈડીઓ પોતે ઉપયોગ કરે છે અને એક આઈડી રાજકોટના વિજયભાઇ ઉર્ફે વી.એમ.ને આપેલ હોવાની પણ કબૂલાત આપી હતી. ગ્રાહકો બાબતે પુછતા રાજકોટનો દેવાંગ ડાભી તેમજ જે.ડી. હોવાનું જણાવેલ છે. ઓફીસ દર્પણ બારસીયાએ ભાડે રાખેલ છે અને બન્ને અહીં બેસીને આઇપીએલમાં સટ્ટો રમાડતા હતા.

જયદીપ જાદવ અને દર્પણ બારસિયાની ધરપકડ કરી રૂૂ.65 હજારનો મુદામાલ કબ્જે કરી માસ્ટર આઈડી આપનાર વત્સલ પરેશ શીંગાળા અને આઈડી મેળવી જુગાર રમતાં દેવાંગ ડાભી તેમજ જે.ડી અને વિજય ઉર્ફે વી.એમ.ની શોધખોળ હાથ ધરી છે.માસ્ટર આઈડી આપનાર બુકી વત્સલ શીંગાળાના પિતા પરેશ શીંગાળા રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નં.7 માંથી ઉમેદવાર હોવાનું સામે આવતાં રાજકીય ચકચાર પણ મચી ગઈ છે.ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની સુચનાથી પીએસઆઈ એસ.વી.ચુડાસમા અને તેમની ટીમના એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, કરણભાઇ કોઠીવાળ, કિશનભાઇ પાંભર , અરવિંદકુમાર ફતેપરા , સંજયભાઇ અલગોતર, મહાવીરસિંહ જાડેજા , પોપટભાઇ ગમારા એ કામગીરી કરી હતી.