ગુજરાત
બ્રાઉન સુગર સપ્લાયનું નેટવર્ક ચલાવતા રાજકોટ અને યુપીના બે શખ્સોની શોધખોળ
નેપાળ બોર્ડરથી 3.16 લાખનું બ્રાઉન સુગર લાવનાર પેડલરની પૂછપરછમાં થયેલો ખુલાસો
શહેરની રામાપીર ચોકડી પાસે પુલ નીચેથી એસઓજીની ટીમે રૂૂ.3.16 લાખની કિમંતના 62.72 ગ્રામ બ્રાઉન સુગર સાથે ઝડપી લઇ પુછપરછ કરતા નેપાળથી બ્રાઉન સુગર લાવી રાજકોટમાં સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન રાજકોટ અને ઉતર પ્રદેશના નેપાળી શખ્સનું નામ પણ ખુલ્યું છે. જેની મદદથી પકડાયેલ શખ્સ બ્રાઉન સુગર લાવી રાજકોટમાં વેચવાનું રેકેટ ચલાવતો હતો. રાજકોટમાં ડ્રગ્સ સહિતના માદક પદાર્થોની હેરાફેરી ઉપર અંકુશ લગાવવા શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમ રાજકોટના પેડલરો ઉપર વોચ રાખી રહી છે.
ત્યારે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે રામાપીર ચોકડીના પુલ પાસેથી રામાપીર ચોકડી પાસેની લાભદીપ સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવર તરીકે નોકરી કરતા કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.39)ને રૂૂ.3લાખ 16 હજારની કીમતના 62.72 ગ્રામ બ્રાઉન સુગર અને મોબાઈલ અને રોકડ મળી રૂૂ.3.24 લાખનો મુદામાલ સાથે ઝડપી લીધો હતો. એસઓજીની પ્રાથમિક પુછપરછમાં કેતને કબુલ્યું કે,તે આ બ્રાઉન સુગર નેપાળ બોર્ડર નજીક ઉત્તર પ્રદેશના એક ગામ માંથી લઈ આવ્યો હતો.કેતન અગાઉ પણ 10 વખત આ રીતે નેપાળ બોર્ડરથી બ્રાઉન સુગરનો જથ્થો લાવ્યો હતો. કેતન રાજકોટમાં નેપાળી શખ્સ મારફત વેચાણનું નેટવર્ક ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. કેતન ઉધાસ નેપાળ બોર્ડરથી જે હેરોઇન- બ્રાઉન સુગર ખરીદી લાવતો હતો તેનું સેવન અહીંના સ્થાનિક નશાખોરો કરતા નથી, પરંતુ રાજકોટમાં રહેતા નેપાળી અને આવા વ્યસનમાં સપડાયેલા નશાખોરો જ આ બ્રાઉન સુગરનું વ્યસન વિશેષ પ્રમાણમાં કરે છે.
કેતન ઉધાસ સાથે બ્રાઉન સુગર સપ્લાયનું રાજકોટમાં નેટવર્ક ચલાવતા રાજકોટનો નેપાળી શખ્સને શખ્સ તેના પરિચિત નેપાળીઓને આ માદક પદાર્થની પડીકી વેચતો હતો. રાજકોટના નેપાળી શખ્સે જ નેપાળ બોર્ડર નજીક ઉત્તર પ્રદેશના એક ગામમાં રહેતા શખ્સની ઓળખાણ કરાવી હતી અને ત્યાંથી રાજકોટ બ્રાઉન સુગર લાવી વેચવા માટે બન્ને નેટવર્ક ચલાવતા હતા.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એસ. એમ. જાડેજા,પીએસઆઈ આર.જે.કામળીયા સાથે પ્રો. પીએસઆઈ સી. બી. અજુડીયા, એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચૌહાણ,ઉપેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા ,અજયભાઇ ચૌહાણ, અરૂૂણભાઇ બાંભણીયા, મૌલિકભાઇ સાવલીયા, હરદેવસિંહ જાડેજા દિગ્વિજયસિંહ ગોહિલ, મહાવિરસિંહ ઝાલા,હાર્દીકસિંહ પરમાર, કિશોરભાઇ ધુધલ, અમિતભાઇ ટુંડીયા, યોગરાજસિંહ ગોહિલ,કૃષ્ણસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.