આજી ડેમમાં લાપતા મૃતદેહ અત્યાધુનિક ટેકનોલોજીથી શોધી કાઢતી SDRF-પોલીસ

પીઆઇ કોટડિયા અને પીએસઆઇ ચુડાસમાની આગેવાનીમાં SDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન રાજકોટના આજી ડેમમાં સર્જાયેલી દુ:ખદ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા, જે…

પીઆઇ કોટડિયા અને પીએસઆઇ ચુડાસમાની આગેવાનીમાં SDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

રાજકોટના આજી ડેમમાં સર્જાયેલી દુ:ખદ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા, જે પૈકી ત્રણ મૃતદેહ મળી આવ્યા બાદ ચોથા વ્યક્તિની શોધખોળ માટે પોલીસ અને SDRFની ટીમે અશક્યને શક્ય કરી બતાવ્યું છે. રાજકોટ SDRF 13 ઘંટેશ્વરની ટીમે પીઆઇ એમ.એ. કોટડીયા અને પીએસઆઇ આર.એ. ચુડાસમાની બાહોશ આગેવાનીમાં સતત મહેનત કરી પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી. સામાન્ય રીતે ઊંડા અને અંધારિયા પાણીમાં સર્ચ કરવું અત્યંત કઠિન હોય છે, પરંતુ પોલીસની આ ટીમે હાર માન્યા વગર અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.પોલીસની આ ટીમે અત્યાધુનિક ROV મશીનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી કલાકોની મહા મહેનત બાદ આખરે ગુમ થયેલ મૃતદેહ શોધી કાઢ્યો હતો. SDRFના જવાનોની આ સતર્કતા અને ટેકનિકલ સૂઝબૂઝને કારણે જ જટિલ સર્ચ ઓપરેશન સફળ રહ્યું હતું. મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસ દ્વારા જરૂૂરી કાયદાકીય કાર્યવાહી કરી દેહને વહીવટી તંત્રને સોંપવામાં આવ્યો હતો. આ કપરી પરિસ્થિતિમાં પોલીસની સમયસૂચકતા અને અસરકારક કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.