Site icon Gujarat Mirror

સ્કૂટર સ્લીપ ખાઇ ડિવાઇડર સાથે અથડાતા ચાલક ઘાયલ

 

જામનગરમાં રણજીત સાગર રોડ પર ગઈકાલે રાત્રે જી.જે. -3 એફ.એલ. 4686 નંબરનો એક્સેસ સ્કૂટર નો ચાલક, કે જે ફૂલ સ્પીડમાં આવીને રોડની વચ્ચેના ડિવાઇડર સાથે ટકરાઈ ગયો હતો, અને લોહી લુહાણ થઈને માર્ગ પર પડ્યો હતો.

આ અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને તુરતજ 108 ની ટુકડીને જાણ કરી હતી, જેથી 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સિટી એ. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version