Site icon Gujarat Mirror

કરોડોનું કૌભાંડ થતા-થતા રહી ગયું ; ફાયર સ્ટેશનનું ટેન્ડર સ્થગીત

અન્ય ફાયર સ્ટેશન કરતા ઓછું બાંધકામ છતાં 17 ટકા ઓનથી ટેન્ડર મંજૂર કરી અધિકારીઓએ દરખાસ્ત કરતા ચેરમેને રી-ટેન્ડરના ઓર્ડર કર્યા

રાજકોટ મહાનગરપાલિકામાં જાણી જોયને કૌભાંડો અચરવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. ઉચ્ચા ભાવના ટેન્ડર સ્ટેન્ડિંગમાં ધ્યાને ન આવે અને મંજૂર થઇ જાય છે. જેમાં કોન્ટ્રાક્ટરો અને અન્ય અનેક લોકોને આર્થિક લાભ થતો હોય છે. કોઇપણ પ્રોજેકટ માટે અગાઉ એસ્ટીમેન્ટ તૈયાર કરાય છે. તેના આધારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. નવો પ્રોજેકટ હોય ત્યારે એસ્ટીમેન્ટમાં ફેરફાર થવાની શકયતા સાભાવીક છે. પરંતુ અગાઉ ત્રણ-ત્રણ ટેન્ડર એક પ્રોજેકટના થયા હોય અને ત્યાર બાદના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટર દ્વારા 17 ટકા ઓનથી ભાવ ભરી ટેન્ડર મંજૂર કરાવી કામ મેળવી લેવાની લાલચે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી.

જેને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે અટકાવી મનપાના કરોડો રૂપિયા બચાવી અધિકારીઓને રી-ટેન્ડર કરવાના આદેશ જારી કર્યા છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજ રોજ આવેલ 33 દરખાસ્ત પૈકી સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ આવેલ કનક રોડ ઉપર આવેલ હયાત જર્જરિત ફાયર સ્ટેશનના સ્થાને નવું બાંધકામ કરવા માટેની દરખાસ્ત રજૂ થયેલ મનપા દ્વારા 10.64 કરોડ એસ્ટીમેન્ટ પ્રાઇઝ નક્કી કરવામાં આવેલ છતાં 16.74% વધુ ભાવ ભરી આ દરખાસ્ત સ્ટેન્ડિંગમા રજૂ કરતા ચેરમેને આ દરખાસ્ત પરત મોકલી રી-ટેન્ડર કરવાના આદેશ કર્યા હતા. તેમજ આ મુદ્દે જણાવેલ કે, ગત સ્ટેન્ડિંગમાં વોર્ડ નં.2, 11 અને 17માં ફાયર સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા છે. જેના ભાવ નીચા આવ્યા હતા અને કનક રોડ ફાયર સ્ટેશનનું બાંધકામ ઓછુ હોવા છતા 16.74ટકા વધુ ભાવ આવ્યા છે. જેથી અગાઉના ટેન્ડર મંજૂબ એક સ્કવેર ફૂટ દીઠ રૂા.780 જેટલો મોટો ફરક પડી રહ્યો છે.

જેના લીધે તંત્રને કરોડોનુ નુકસાન થાય તેમ હોય રી-ટેન્ડર કરવાની સૂચના આપવામાં આવી છે. ચેરમેને વધુમાં જણાવેલ કે, વોર્ડ ન.17માં ફાયર સ્ટેશન માટેના ટેન્ડરમાં 6.70 ટકા વોર્ડ નં.11ના બાંધકામમાં 7 ટકા અને વોર્ડ નં.2ના ટેન્ડરમાં 3.72 ટકા ઓછા આવ્યા છે. વોર્ડ નં.17માં પ્રતિ ચોરસ ફૂટ રૂા.2766 તથા ં રૂા.2202 અને વોર્ડ નં.2માં ફાયર સ્ટેશનમાંના બાંધકામ માટે પ્રતિ ચોરસ ફૂટ રૂા.2524નો ભાવ આવ્યો છે. કનક નગર ના ટેન્ડરના હીસાબ મુજબ રૂા.2981 પ્રતિચોરસ ફૂટ ભાવ આવેલ છે. જે ડિફરન્સ રૂા.780 પ્રતિ ફૂટ હોવાથી રી-ટેન્ડર કરી ઓછા ભાવ આવે તો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

અનેક કૌભાંડો ઉપર થઈ ગયો ઢાંકપીછોડો
મહાનગરપાલિકાના અમુક કામો મોટી ઓનથી આપવામાં આવી રહ્યા છે આજે સ્ટેન્ડિંગમાં નવા ફાયર સ્ટેશનના કામમાં 17 ટકા ઓનથી ભાવ આવતા રિટેન્ડર કરવાના આદેશ ચેરમેન દ્વારા આપવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટરોની રીંગના કારણે અનેક કામો 20થી 25 ટકા ઓનથી આપવાની ફરજ પડી રહી હોય કે, અધિકારીઓની ગોઠવણ હોય ડ્રેનેજ તેમજ ટીપરવાન અને સફાઈ સહિતના અમુક કામો મોટી ઓનથી અગાઉ આપવામાં આવ્યા છે. અને કરોડો રૂપિયાના કૌભાંડો થઈ ગયા બાદ હવે ચૂંટણીઓ નજીક આવતા ચેરમેને પ્રજાના પૈસા બચાવવા માટે એક દરખાસ્તને પરત કરી રિટેન્ડર કરવાના આદેશ કર્યા છે. તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.

ગત મહિને થયેલ ત્રણ ફાયર સ્ટેશનોની વિગત
મનપાના કનક રોડના ફાયર સ્ટેશનની દરખાસ્ત આજે પરત કરવામાં આવી હતી. જેમાં ઉંચાભાવથી ટેન્ડર ભર્યાનું ખુલવા પામ્યુ છે. જેની સામે ગત માસે વોર્ડ નં. 2, 11 અને 17માં નવા ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત મંજુર થયેલ અને આ ત્રણેય દરખાસ્તમાં 6.70 ટકા તથા સાત ટકા અને 3.72 ટકા નીચા ભાવ આવેલા છે. એ જોતા આજની દરખાસ્તમાં 16.74 ઓન અને ગત દરખાસ્તના નીચા ભાવનો સરવાળો કરતા 24 ટકાથી ઉંચા ભાવનું ટેન્ડર મંજુર કરી દરખાસ્ત મંજુર કરાવવા પાછળ મોટો ખેલ ખેલવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. છતાં સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો અને ચેરમેને અભ્યાસ કરી રૂા. 10.64 કરોડના ફાયર સ્ટેશનના બાંધકામનો કોન્ટ્રાક્ટ ઓનથી જતો અટકાવ્યો છે.

Exit mobile version