ગુજરાત

રાજકોટથી વેરાવળ જતી એસ.ટી.ની બસમાં નકલી ટિકીટ ધાબડવાનું કૌભાંડ ઝડપાયું

Published

on

સરપ્રાઈઝ ચેકિંગમાં કંડક્ટર પકડાયો, 11 ટિકીટ આપી રૂા. 2030ની ઉચાપત

ગુજરાતમાં એક બાદ એક નકલી કર્મચારી, કચેરી અધિકારી કે વસ્તુઓ પકડાઈ રહી છે. ત્યારે રાજકોટથી વેરાવળ જતી બસમાં એસટી બસનું સરપ્રાઈઝ ચેકિંગ કરતા કંડકટર દ્વારા મુસાફરોને 11 જેટલી ડુપ્લીકેટ ટિકિટો આપવાનું સામે આવ્યું હતું. અને એસટી વિભાગ સાથે રૂૂપિયા 2030ની ઉચાપત અને છેતરપિંડી કર્યાનું સામે આવ્યું હતું. જે મામલે ફરિયાદ નોંધાતા વંથલી પોલીસે ડુપ્લીકેટ ટિકિટો આપનાર કંડકટરની ધરપકડ કરી છે. શનિવારે બપોરના સમયે વંથલી બસ સ્ટેશનમાં જીજે 18 ઝેડ 0717 નંબરની વેરાવળ મોરબી રૂૂટની એક્સપ્રેસ બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


બસના કંડક્ટરે વેરાવળ થી રાજકોટ જઈ રહેલા મુસાફરોને ચાર4 ટિકિટ ડુબલીકેટ નંબર વાળી તેમજ વેરાવળ થી જુનાગઢ જઈ રહેલા 7 મુસાફરોને અલગ અલગ 7 ડુપ્લીકેટ ટિકિટ મળી કુલ 11 ટિકિટો આપી હતી. ત્યારે એસટી બસના સરપ્રાઈઝ ચેકિંગમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને બસના કંડકટર દ્વારા રૂૂ.2030 ની ઉચાપત કરવામાં આવી હતી. મોરબી ડેપોના બસ કંડક્ટર પાર્થ જશવંતરાય મોદી સૌથી પહેલા બસની અલગ અલગ રૂૂટની ઓરીજનલ ટિકિટ કાઢી તેની પાસે રાખી લેતો હતો. ત્યારબાદ તેના મોબાઈલમાં કેમ સ્કેનર ની મદદથી ટિકિટ સ્કેન કરી આ ઈમેજને તેની પાસે રહેલા થર્મલ રિસીપ્ટ પ્રિન્ટરને મોબાઇલમાં બ્લુટુથ થી કનેક્ટ કરી ડુપ્લીકેટ ટિકિટોની પ્રિન્ટ કાઢતો હતો.

આ ડુપ્લીકેટ ટિકિટોની પ્રિન્ટ કાઢ્યા બાદ બસનો કંડકટર પાર્ક મોદી પેસેન્જરને ડુપ્લીકેટ ટિકિટો આપતો હતો. ત્યારે ચેકિંગ દરમિયાન એસટી નિગમની પેસેન્જર ટિકિટથી થતી આવકમાં કંડક્ટરે રૂૂ.2030 ની ઉચાપત કરી છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વંથલી પોલીસે કંડકટર પાર્થ જશવંતરાય મોદીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version