સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, રાહી અને અમિત પાસે મેડલની આશા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધા ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટી 3 ગેમમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે. જુડોમાં રાહી ઘેલાણી કે જે સ્કૂલ ગેમ્સમાં…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધા ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટી 3 ગેમમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે. જુડોમાં રાહી ઘેલાણી કે જે સ્કૂલ ગેમ્સમાં -40 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ઇન્ટરનેશનલ કક્ષાએ 4 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે. આ ઉપરાંત ક્રોસ ક્ધટ્રીમાં અમિત સાપરા કે જે 3 કિલોમીટર રનિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના છે તેમની પાસે ગોલ્ડ મેડલની આશા છે. આ ઉપરાંત હેન્ડ બોલ ગેમમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઝળકે તેવી પૂરેપૂરી શકયતા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં હાલ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધા ચાલી રહી છે જે ડિસેમ્બર સુધી ચાલશે જેમાં અત્યાર સુધીમાં લગભગ 16 થી વધુ આંતર કોલેજ સ્પર્ધાઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ મહિનામાં બીજી 20 જેટલી સ્પર્ધાઓ સપ્ટેમ્બર મહિનામાં છે. આગામી સમયમાં જુડો બહેનો, ક્રોસ ક્ધટ્રી ભાઈઓ, એથ્લેટિક્સ ભાઈઓ, હેન્ડબોલ ભાઈઓ અને બહેનો, કરાટે બહેનો, એથ્લેટિક્સ ભાઈઓ-બહેનો જેવી સ્પર્ધાઓ છે.

આ વર્ષે ખાસ કરીને જુડો બહેનોની સ્પર્ધામાં વેસ્ટ ઝોનમાં મેડલ આવવાની પૂર્ણ શક્યતા છે. એ એટલા માટે કે રાહી ઘેલાણીએ -40 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ઇન્ટરનેશનલ કક્ષાએ 4 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી છે. તે વિદ્યાર્થિની ધોરણ 9 માં હતી ત્યારથી લઈને એ જુડોમાં પ્રેક્ટિસ કરી રહી છે અને ઘણી એવી ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓ રમી અને એમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ક્રોસ ક્ધટ્રીમાં અમિત સાપરા જે 3 કિલોમીટર રનિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને સ્ટેટ લેવલે તેણે મેડલ પ્રાપ્ત કર્યો છે. જે ખેલાડી પણ આપણને મેડલ અપાવશે એવી પૂરી શક્યતા છે.