ક્રાઇમ
સાતીર ‘આંદ્રેવ’ ડોગને ગંધ આવીને ઘરમાંથી દેશી દારૂ બનાવવાનો મોટા પ્રમાણમાં આથો પકડાયો
રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓએ આગામી દિવાળી તહેવારમાં લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે માટે પોલીસ દ્વારા રસ્તા પર વાહન ચેકીંગ અને દારૂૂ-જુગારની બદીને નાથવા ખાસ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં દારૂૂની સ્પેશયલ ટ્રેનીંગ લીધેલા આંદ્રેવ ડોગની મદદ લઇ કેશો શોધી કાઢવા ખાસ સુચના આપેલી હોય જેથી ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદશન હેઠળ પીએસઆઈ એમ.એન.વસાવા અને ડોગ હેન્ડલર એએસઆઇ સજુભા ઝાલા એ આંદ્રેવ ડોગને સાથે રાખી અગાઉ દારૂૂના કેશો થયા હોય તેવા ઢેબર કોલોની મફતીયાપરામાં લઇને ફરતા હતા.
જે દરમ્યાન સાતીર આંદ્રેવ ડોગે ઢેબર કોલોની નારાયણનગર શેરી.10 મફતીયાપરામાં રહેતી કવિતાબેન વિશાલભાઇ સોલંકીના ઘરમાંથી દેશી દારૂૂ બનાવવા માટેનો મોટી પ્રમાણમાં ઠંડો આથો શોધી કાઢતા મહીલા આરોપી વિરૂૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.