Site icon Gujarat Mirror

પત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

oplus_32

રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે બગીચામાં ભરેલું પગલું: રૂપિયા 40 લાખનું દેણું પણ થઇ ગયું હતું

શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ ભેળના ધંધાર્થીએ પત્ની અને માતાના ત્રાસથી કંટાળી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલા બગીચામાં ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે યુનિ.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત મુજબ બીગબજાર પાછળ ચંદ્રેશ પાર્કમા રહેતા વિમલ છગનભાઇ ટાંક (ઉ.વ.30) નામના યુવાને આજે સવારે 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલા તુલસીબાગ બગીચામાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર વિમલભાઇ એક ભાઇ બે બહેનમાં નાના અને બીગબજાર પાસે સંતોષ ભેળ નામની દુકાન ધરાવે છે.

તેમને સંતાનમા એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં તેના પત્ની સ્વાતી બેન અને માતા વાસંતીબેનના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ હતુ. વિમલભાઇ ઉપર 40 લાખનુ દેણુ થઇ ગયુ હોય આમ છતા થોડા દિવસ પહેલા રૂા.1લાખ વ્યાજે લઇ આવી ઘરમાં આપ્યા હતા જે પૈસા પત્ની અને માતાએ વાપરી નાખ્યા હોય અને અવાર નવાર નાણા બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા હોવાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસ હોસ્પિટલે દોડી જઇ વિમલભાઇનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version