Site icon Gujarat Mirror

સરદાર ફેમ અભિનેતા મુકુલ દેવનું નિધન

સલમાન ખાન, સંજય દત્ત અને શાહિદ કપૂર સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મુકુલ દેવે 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તાજેતરમાં સલમાન ખાન અને અજય દેવગન સાથે ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા મુકુલ દેવે દુનિયાને અલવિદા કહી દીધું છે. મુકુલ સન ઓફ સરદાર, આરરાજકુમાર, જય હો જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

મુકુલ દેવ ઘણી ફિલ્મોમાં દેખાયા છે. કોમેડી અભિનયની સાથે, લોકોને તેમના પાત્રને ખુબ પસંદ કર્યો હતો. મુકુલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ બીમાર હતા, જેના કારણે તેઓ ઈંઈઞમાં હતા. શુક્રવાર, 23 મેના રોજ સારવાર દરમિયાન અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા.

ફિલ્મ જગતના આટલા પ્રખ્યાત ચહેરાએ અચાનક અલવિદા કહી દીધું કે લોકો હજુ પણ આઘાતમાં છે. અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, ઉદ્યોગના ઘણા સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા પર તેમના માટે પોસ્ટ શેર કરી છે. પ્રખ્યાત અભિનેત્રી દીપશિખા નાગપાલે, પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર અભિનેતા સાથેની વાર્તા શેર કરતી વખતે લખ્યું છે કે તે આ વાત પર વિશ્વાસ કરી શકતી નથી.

આ સમાચાર પછી અભિનેતાના સહ કલાકારો હંસલ મહેતા અને ગુનીત મોંગા પણ આઘાતમાં છે. અભિનેતા પોતાની સારવાર દરમિયાન દિલ્હીમાં હતા. અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમના નજીકના લોકો તેમના ઘરે પહોંચી ગયા. મુકુલના કરિયરની વાત કરીએ તો, તેમણે 1996 માં ટેલિવિઝન સીરિયલ મુમકીનથી શરૂૂઆત કરી હતી.

Exit mobile version