Site icon Gujarat Mirror

અમેરિકા અદાણીને સીધું સમન્સ પાઠવી શકશે; અદાણી જૂથના શેરોમાં 2થી 13 ટકા સુધીનો કડાકો

અમેરિકન માર્કેટ રેગ્યુલાઇઝના હવે ગૌતમ અદાણીને ડાયરેકટ ઇમેઇલ કરીને સમન્સ પાઠવી શકશે અને તેમાં ભારત સરકારના પુછવું નહીં પડે તેવો નિર્ણય આવતા અદાણી જુથના તમામ શેરમાં 2 થી 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપના એકઝીકયુટીવ સાગર અદાણીની સામે 265 મીલીયન ડોલરનો લાંચનો કેસ ઉભે છે તેના સંદભર્ર્માં હવે અમેરીકામાં તેને સમન્સ પાઠવવા માટે ઇમેઇલ દ્વારા ડાયરેકટ સમન્સ આપવાની છુટ આપવામાં આવી હોવાના સમાચાર વહેતા થતા હોવાની સાથે જ અદાણી ગ્રુપના શેરોમાં મોટા કડાકા પડયા હતા. અદાણી જુથના મુખ્ય શેર અદાણી એન્ટરપ્રાઇઝ 230 રૂપિયા તુટયો છે અને હાલ 1854 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનો હાઇ 2082 આજે જોવા મળ્યો હતો. ઉપરાંત અદાણી પોર્ટ પણ આજે 8 ટકા તુટી જતા 1310 પર પહોંચ્યો છે. અન્ય શેરોમાં પણ 2 થી 7 ટકાનો ઘટાડો નોંધાતા માર્કેટમાં પણ અફડાતફડી મચી ગઇ હતી.

આ પહેલા ભારતે યુસે માર્કેટ રેગ્યુલાઇઝની બે ઇમેઇલ રિકવેસ્ટ નકારી કાઢી હતી. એમ જાણવા મળે છે.
જે કેસ ઉભો છે તે અદાણી ગ્રીન એનર્જીને લઇને ઉભો છે અને નવેમ્બર 2024માં તે સપાટી ઉપર આવ્યો હતો. અદાણી જુથ દ્વારા આ આક્ષેપો નકારી કાઢવામાં આવ્યા હતા. અને પાયા વિહોણા ગણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ આજે 13 ટકા તુટયો હતો.

Exit mobile version