રાજકોટ જિલ્લા પંચાયતનો હોદ્દો સંભાળતા જ સંજય પીપળિયાના પુત્રની દાદાગીરી: કાર્યકરોને બેફામ ગાળો ભાંડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ પ્રતિષ્ઠા દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકા ના હોદ્દેદારોની વરણી કરી દીધી છે ત્યારે ગઈકાલે રાજકોટ જિલ્લા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ પ્રતિષ્ઠા દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકા ના હોદ્દેદારોની વરણી કરી દીધી છે ત્યારે ગઈકાલે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કુવાડવા બેઠકના સંજય પીપડીયા ને જવાબદારી સોંપવામાં આવી હતી. ગણતરીની કલાકોમાં જ નવનિયુક્ત પ્રમુખના પુત્રની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું છે કે બસ પ્રમુખ પદ મળતાની સાથે જ દાદાગીરી શરૂૂ થઈ ગઈ છે.

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ બનતા સંજય પીપળીયાના પુત્ર દાદાગીરી કરતા હોવાની ઓડિયો ક્લિપ સામે આવી છે. હજુ પ્રમુખ બન્યાને 24 કલાક પણ પૂર્ણ થયા નથી ત્યાં દાદાગીરી કરતો ઓડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાના પુત્ર હર્ષિલની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં હર્ષિલ કોઈ વ્યક્તિને કહે છે કે તું કહેતો હતો કે અર્જુનભાઈ ખાતરીયા પ્રમુખ બનવાના છે. ત્યારે તું વિરોધમાં ચાલ્યો હોવાથી હવે જિલ્લા પંચાયતમાં દેખાતો નહીં. જો ફોટો પાડવા પણ જિલ્લા પંચાયતમાં આવ્યો તો તને ઉપાડી લઈશ કહેતો ઓડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પદની રેસમા અર્જુનભાઈનું નામ લેતા કાર્યકરને ગાળો ભાંડી હતી અને તને જોઈ લઈશ જેવા શબ્દો પણ ઉચ્ચાર્યા હતા.

રાજકીય વગ ધરાવતા હોવાના હોવાના પગલે હોદ્દેદારોના પરિવારના સભ્યો દ્વારા હાલ જે રીતે દાદાગીરી કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે તેના પર અંકુશ મૂકવામાં આવે તે ખૂબ જરૂૂરી છે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાએ હોદ્દો સંભાળી અને હજુ 24 કલાક પણ થયા નથી અને તે સમયગાળામાં જ તેમના પુત્ર તેમના હોદ્દાના જોરે અન્ય કાર્યકરોને ધમકી આપી રહ્યાનો ઓડિયો વાયરલ થતા જ ખળભરાટ મચી ગયો છે.