YouTube પર 10 લાખ પેઇડ મેમ્બર્સ સાથે સમય રૈનાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    ભારતીય કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાએ ડિજિટલ દુનિયામાં મોટી સિદ્ધિ મેળવી છે. તેમણે ઢજ્ઞીઝીબય પર 10 લાખ પેઇડ ચેનલ મેમ્બર્સનો આંકડો પાર કર્યો…

 

 

ભારતીય કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાએ ડિજિટલ દુનિયામાં મોટી સિદ્ધિ મેળવી છે. તેમણે ઢજ્ઞીઝીબય પર 10 લાખ પેઇડ ચેનલ મેમ્બર્સનો આંકડો પાર કર્યો છે. આ સાથે તેઓ દુનિયાભરમાં આટલા બધા પેઇડ ચેનલ મેમ્બર્સ મેળવનારા પ્રથમ ક્રિએટર બન્યા છે. YouTube દ્વારા પણ તેમની આ સિદ્ધિને સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું છે.

ગૂગલ ઇન્ડિયાના બ્લોગ પર આ સિદ્ધિની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં સમય રૈનાની ક્ધટેન્ટ બનાવવાની શૈલી અને તેમના દર્શકો સાથેના જોડાણની પ્રશંસા કરવામાં આવી હતી. ખાસ કરીને ચેસ સંબંધિત વીડિયો, ગ્રાન્ડમાસ્ટર્સ સાથેની વાતચીત અને લોકપ્રિય શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ દ્વારા તેમણે વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો છે.

સમય રૈનાની ચેનલ પર ચાહકો માટે ત્રણ પેઇડ મેમ્બરશિપ વિકલ્પ ઉપલબ્ધ છે. તેમાં ‘સમય કે દોસ્ત’ માટે દર મહિને 59 રૂૂપિયા, ‘સમય કે ખાસ’ માટે 599 રૂૂપિયા અને ‘સાઇલન્ટ સપોર્ટર’ માટે 1,999 રૂૂપિયા ચૂકવવાના હોય છે. YouTube જણાવ્યા અનુસાર, જૂન 2026માં ભારતમાં 12 લાખથી વધુ ચાહકોએ ઓછામાં ઓછી એક ચેનલની મેમ્બરશિપ ખરીદી હતી. ભારતીય ક્રિએટર્સની મેમ્બરશિપ આવકમાં વાર્ષિક ધોરણે 25 ટકાથી વધુનો વધારો પણ નોંધાયો હતો.

સમય રૈના માટે આ સફળતા એટલા માટે પણ ખાસ છે, કારણ કે વર્ષ 2025માં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો વિવાદમાં સપડાયો હતો. શોના એક એપિસોડમાં રણવીર અલાહાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારે હોબાળો થયો હતો. સમય રૈના સહિત અન્ય લોકો સામે ફરિયાદો પણ નોંધાઈ હતી. ત્યારબાદ સમય રૈનાએ પોતાના ઢજ્ઞીઝીબય ચેનલ પરથી શોના તમામ એપિસોડ હટાવી દીધા હતા. જોકે, તેમણે ‘સ્ટીલ અલાઇવ’ સ્ટેન્ડ-અપ સ્પેશિયલથી વાપસી કરી હતી. વર્ષ 2026માં YouTube સાથે મળીને શોની બીજી સીઝન પણ રજૂ કરી હતી.