ગરીબ વિદ્યાર્થીઓને મફત આપવાના પુસ્તકોનો ‘એમેઝોન’ પર વ્યાપાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે એક યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ લાંબા સમયથી વહીવટી છબરડા, બેદરકારી અને…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે એક યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ લાંબા સમયથી વહીવટી છબરડા, બેદરકારી અને ગંભીર પ્રશ્નોને કારણે ચર્ચામાં રહ્યું છે, પરંતુ હવે જે બાબત સામે આવી છે તે માત્ર વહીવટી ભૂલ નથી, પરંતુ ગરીબ અને જરૂૂરિયાતમંદ વિદ્યાર્થીઓના હક સાથે સીધી રીતે જોડાયેલો અત્યંત ગંભીર મામલો છે. જે પાઠ્યપુસ્તકો રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને મફતમાં મળવાના છે, તે જ પુસ્તકો Amazon જેવા વ્યાપારી પ્લેટફોર્મ પર પૈસા લઈને વેચાઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે.

રાવલે જણાવ્યું હતું કે એમેઝોન પર ઉપલબ્ધ પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ પર જ સ્પષ્ટ શબ્દોમાં રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક લખવામાં આવે છે. એટલે આ કોઈ સામાન્ય બજારમાં વેચાતું પુસ્તક નથી, પરંતુ સરકારની મફત પુસ્તક વિતરણ વ્યવસ્થાનો ભાગ છે. તેમ છતાં ધોરણ 9, 11 અને 12ના કોમ્પ્યુટર સાયન્સ, હિસ્ટ્રી, અકાઉન્ટ્સ, સાયકોલોજી, યોગ સહિતના વિવિધ વિષયોના પુસ્તકો Amazon પર રૂૂપિયા 160થી 250 કે તેથી વધુ કિંમતે ઉપલબ્ધ હોવાની વિગતો સામે આવી રહી છે. એક તરફ સરકાર ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને સુવિધાઓ આપવાની મોટી મોટી જાહેરાતો કરે છે અને બીજી તરફ એ જ વિદ્યાર્થીઓના હકના પુસ્તકોનું ઓનલાઈન વેચાણ થાય તો આ સમગ્ર વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

કોંગ્રેસનો સીધો સવાલ છે કે જો આ પુસ્તકો ખરેખર વિનામૂલ્યે યોજના હેઠળનાં પુસ્તકો છે તો તેને Amazon પર વેચવાની મંજૂરી કોણે આપી? આ પુસ્તકોનો જથ્થો Amazon સુધી કેવી રીતે પહોંચ્યો? કોણે સપ્લાય કર્યો? કોની મંજૂરીથી થયો? વેચાણમાંથી મળતા નાણાં કોના ખાતામાં જાય છે? અને સૌથી મહત્વની વાત એ છે કે જે પુસ્તક સરકાર ગરીબ વિદ્યાર્થીને મફતમાં આપવાની છે તેના માટે સરકારના જ તંત્ર દ્વારા કે તેની વ્યવસ્થા હેઠળ વાલીઓ પાસેથી નાણાં શા માટે લેવામાં આવે છે?

આ વર્ષે પણ શૈક્ષણિક સત્ર શરૂૂ થયા બાદ લાંબા સમય સુધી અનેક વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો સમયસર મળ્યા ન હોવાની ફરિયાદો સામે આવી હતી. હવે જ્યારે સરકાર કહે છે કે વાલીઓની સુવિધા માટે Amazon મારફતે પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, ત્યારે આ ઓનલાઈન વ્યવસ્થાનો ઉપયોગ ખરેખર જરૂૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ માટે થઈ રહ્યો છે કે સરકારી મફત યોજનાના પુસ્તકોને જ વ્યાપારી વેચાણમાં ફેરવવામાં આવી રહ્યા છે, તેની સંપૂર્ણ તપાસ થવી જરૂૂરી છે.

કોંગ્રેસ પક્ષની માંગ છે કે ગુજરાત સરકાર અને પાઠ્યપુસ્તક મંડળ તાત્કાલિક ધોરણે આ સમગ્ર વેચાણ વ્યવસ્થાની તપાસ કરે, Amazon પર ઉપલબ્ધ આવા તમામ પુસ્તકોનો સ્ટોક, સપ્લાયર, વેચાણકર્તા, મંજૂરી, કિંમત અને નાણાકીય વ્યવહાર જાહેર કરે અને સાથે સાથે માર્કેટ પ્લેસ ફી ના નામે વસૂલાતી ખછઙ થી વધારાની કિંમત લેવાનું બંધ કરવા આવે તથા જો સરકારની વિનામૂલ્યે યોજના હેઠળના પુસ્તકો ખરેખર વ્યાપારી ધોરણે વેચાયા હોવાનું બહાર આવે તો જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા તમામ લોકો સામે કડક કાયદાકીય તથા શિસ્તભંગના પગલાં લેવામાં આવે.