ઓરેન્જ કેપમાં શુભમન ગિલ અને પર્પલ કેપમાં પ્રસિધ્ધ કૃષ્ણ નંબર 2 પર, 69 મેચ બાદની સ્થિતિ
IPL 2025ની 69મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ પ્રથમ સ્થાને છે. ઓરેન્જ કેપની રેસમાં ગુજરાતનો ઓપનિંગ બેટ્સમેન સાંઈ સુદર્શન ટોચ પર છે જ્યારે પર્પલ કેપની રેસમાં ચેન્નાઈનો નૂર અહેમદ પહેલા સ્થાને છે.
IPL 2025ની 69મી મેચ બાદ ઓરેન્જ કેપ પર ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શનનો કબજો છે. તેણે 14 મેચમાં અત્યાર સુધીમાં 679 રન બનાવ્યા છે. ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ 14 મેચમાં 649 રન સાથે બીજા સ્થાને છે, જ્યારે ત્રીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ છે. જેના 14 મેચોમાં 640 રન છે.

