Site icon Gujarat Mirror

અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલ

વૈશ્વિક સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ છતાં ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી એક નવા શિખરે પહોંચી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રશિયા ભારતની ઉર્જા અને સંરક્ષણ જરૂૂરિયાતોને કોઈપણ અવરોધ વિના પૂરી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ જાહેરાતથી ભારતની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે.

રશિયાએ ભારતને ખાતરી આપી છે કે પશ્ચિમ એશિયામાં ભલે ગમે તેટલો સંઘર્ષ ચાલે, ભારતની જરૂૂરિયાત મુજબનું કાચું તેલ અને LPG રશિયા સતત પૂરું પાડશે. અમેરિકા દ્વારા વારંવાર આપવામાં આવતી પ્રતિબંધોની ધમકીઓને રશિયાએ નુકસાનકારક ગણાવી છે અને ભારતને એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ટેકો જાહેર કર્યો છે.

ભારત અને રશિયાના સંરક્ષણ સંબંધો હવે વધુ આધુનિક બની રહ્યા છે. S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો બાકીનો જથ્થો ટૂંક સમયમાં ભારતને મળશે. આ ઉપરાંત, ભારત હવે રશિયાના પાંચમી પેઢીના અત્યાધુનિક લડાયક વિમાન જઞ-57 ખરીદવા માટે પણ ગંભીરતાથી વિચારી રહ્યું છે. બ્રહ્મોસ અને અઊં-203 રાઈફલ્સનું સંયુક્ત ઉત્પાદન આ ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.

Exit mobile version