રશિયા-ઇરાન પાસેથી સસ્તું ઓઇલ ખરીદવાની છૂટ સમાપ્ત

અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે…

અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો

રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે ભારતને મોંઘું પડી શકે છે. પુરવઠો ઘટવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.

અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન ઉભી થયેલી ઓઈલની કમીને પહોંચી વળવા અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર જે છૂટછાટ આપી હતી તેની મર્યાદા 11 એપ્રિલ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ગઇકાલે જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં.

ભારત આ છૂટછાટનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. અહેવાલો અનુસાર, છૂટ મળ્યા બાદ ભારતે રશિયા પાસેથી લગભગ 3 કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા. રિલાયન્સ જેવી ભારતીય રિફાઇનરીઓએ અગાઉ પ્રતિબંધોને કારણે રશિયન સપ્લાયર્સથી અંતર જાળવ્યું હતું, પરંતુ છૂટ બાદ ફરીથી ખરીદી શરૂૂ કરી હતી. રશિયા માટેની છૂટ 11 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થઈ છે, જ્યારે ઈરાન માટેની આ છૂટ 19 એપ્રિલ ના રોજ સમાપ્ત થવા જઈ રહી છે.