રશિયા તેલ મામલે ભારત સહિતના દેશોને માત્ર 60 દિવસની છૂટ

રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવા બદલ ભારત અને ચીન સામે પ્રતિબંધો લગાવવાની અમેરિકાની હિલચાલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના…

રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવા બદલ ભારત અને ચીન સામે પ્રતિબંધો લગાવવાની અમેરિકાની હિલચાલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે સ્વીકાર્યું કે અમેરિકા ઈચ્છતું હતું કે યુરોપિયન દેશો ભારત અને ચીન પર ’સેક્ધડરી સેંક્શન્સ’ (દ્વિતીય પ્રતિબંધો) લગાવે, પરંતુ યુરોપિયન સહયોગીઓએ આ પ્રસ્તાવ સ્પષ્ટપણે ફગાવી દીધો હતો.

અમેરિકન ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે યુરોપિયન દેશોની બેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે જો યુરોપ જ તૈયાર નથી, તો પછી એકલો અમેરિકા જ આ આર્થિક બોજ કેમ ઉઠાવે? બેસેન્ટે આક્ષેપ કર્યો હતો કે યુરોપિયન દેશો પોતે હજુ પણ મોટા પ્રમાણમાં રશિયન ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે અને અસલમાં તેઓ જ રશિયાની યુદ્ધ મશીનને નાણાકીય બળ પૂરું પાડી રહ્યા છે. યુરોપ યુક્રેન કરતાંય વધુ નાણું રશિયા અને વ્લાદિમીર પુતિનને આપી રહ્યું છે.

અમેરિકાએ તાજેતરમાં 100% ટેરિફ લાગુ ન કરીને જે રાહત આપી છે તે કાયમી નથી, પરંતુ 60 દિવસની એક અસ્થાયી રોક છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે પ્રમુખ ટ્રમ્પ આ 60 દિવસના સમયગાળાનો ઉપયોગ વૈશ્વિક અને અમેરિકન અર્થતંત્ર પર આ ટેરિફ અને પ્રતિબંધોની શું અસર પડે છે તે તપાસવા માગે છે.