Site icon Gujarat Mirror

હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટો

સૈન્ય બળના ઉપયોગને કોઈપણ સંજોગોમાં સમર્થન નહીં આપે

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અરબ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની માગણી કરતો એક મહત્વનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મૂક્યો હતો. પરંતુ રૂૂસ, ચીન અને ફ્રાન્સે આ પ્રસ્તાવ પર વીટો લગાવીને તેને રોકી દીધો છે. બહેરીન અને અન્ય ખાડી દેશોના સમર્થનથી તૈયાર કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને બહુરાષ્ટ્રીય નૌસેના દળોને ’તમામ જરૂૂરી સાધનો’નો ઉપયોગ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય જહાજી વાહન વ્યવહાર સુરક્ષિત કરવાની અનુમતિ માગવામાં આવી હતી. ત્રણ સ્થાયી સભ્યો રૂૂસ, ચીન અને ફ્રાન્સે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ સૈન્ય બળના ઉપયોગને મંજૂરી આપતી કોઈ પણ ભાષાને સમર્થન આપશે નહીં. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સૈન્ય વિકલ્પને ’અવાસ્તવિક’ ગણાવ્યો છે અને કહ્યું છે કે આનાથી ઈરાની ક્રાંતિકારી ગાર્ડ્સ અને તેમની બેલિસ્ટિક મિસાઇલોનો ખતરો વધી જશે.

બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલ્લતીફ બિન રાશિદ અલ ઝયાનીએ કહ્યું કે ઈરાનની આક્રમક મનસૂબા તેના અરબ પડોશીઓ સામે ’ધોર્તા અને પૂર્વનિયોજિત’ હતી. તેમણે ઈરાન પર હવાઈ અડ્ડાઓ, પાણીના પ્લાન્ટ, સમુદ્રી બંદરો અને હોટલો જેવી નાગરિક સંરચનાઓ પર હુમલા કરવાનો આરોપ લગાવ્યો. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયેલ સાથે યુદ્ધ શરૂૂ થયા બાદ ઈરાને આ વ્યૂહાત્મક સમુદ્રી માર્ગને બંધ કરી દીધો હતો. આ માર્ગમાંથી વિશ્વના લગભગ 20 ટકા કાચા તેલ અને ગેસનું પરિવહન થાય છે. તેના બંધ થવાથી વૈશ્વિક ઊર્જા પુરવઠો અસરગ્રસ્ત થયો છે અને તેલ, શિપિંગ તેમજ વીમાની કિંમતોમાં ભારે વધારો થયો છે.

Exit mobile version