વાઇડ બોલથી રનઆઉટ, ICCના 10 નવા નિયમોથી ક્રિકેટમાં ધરખમ બદલાવ

  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. જોકે, 1 ઓક્ટોબર પહેલાં શરૂૂ થઈ ચૂકેલી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં જૂના…

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. જોકે, 1 ઓક્ટોબર પહેલાં શરૂૂ થઈ ચૂકેલી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં જૂના નિયમો જ અમલમાં રહેશે. આ નવા નિયમો પુરુષ અને મહિલા બંને ક્રિકેટમાં લાગુ થશે. તેમાં મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના ક્રિકેટના નિયમોમાં થયેલા ફેરફારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જો બેટર નક્કી કરેલા સમયની અંદર આગળનો બોલ રમવા માટે તૈયાર ન થાય, તો પ્રથમ વખત તેને ચેતવણી આપવામાં આવશે. બીજી વખત આવું થશે તો અંતિમ ચેતવણી આપવામાં આવશે. ત્રીજી અને ત્યારબાદની દરેક વખતની ભૂલ પર બોલિંગ કરનારી ટીમને 5 પેનલ્ટી રન મળશે. જો બેટર વારંવાર સમયનો બગાડ કરશે તો તેની સામે આચારસંહિતા હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે.

અત્યાર સુધી ઉત્પાદકો ઘણીવાર મહિલા અને જુનિયર ક્રિકેટ માટે એક જ પ્રકારનો બોલ બનાવતા હતા. હવે પુરુષ, મહિલા અને જુનિયર ક્રિકેટ માટે બોલના કદ અને વજનની અલગ-અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે હવે ત્રણેય કેટેગરી માટે બોલ અલગ માપ અને વજન પ્રમાણે બનાવવામાં આવશે. ઓવરથ્રો ક્યારે ગણવો તે અંગેનો નિયમ હવે સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જો કોઈ ફિલ્ડર રન રોકવા અથવા રનઆઉટ કરવા માટે બોલને સ્ટમ્પ તરફ ફેંકે, તો તેને ઓવરથ્રો ગણવામાં આવશે. પરંતુ માત્ર બોલ રોકવાના અથવા બીજા ફિલ્ડર તરફ બોલ પાસ કરવાના પ્રયાસમાં બોલ હાથમાંથી છટકી જાય તો તેને ઓવરથ્રો ગણવામાં આવશે નહીં.

હવે રમત દરમિયાન બોલ આખરી રીતે સ્થિર થયો છે કે નહીં તે નક્કી કરવામાં અમ્પાયરને વધુ છૂટ મળશે. આ માટે બોલર અથવા વિકેટકીપરના હાથમાં બોલ પહોંચવો જ જરૂૂરી નહીં રહે. ખાસ કરીને નજીકના મુકાબલામાં મેચના છેલ્લા બોલ જેવી રોમાંચક સ્થિતિમાં આ નિયમ અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે. જો કોઈ ફિલ્ડર બોલ હાથમાં લઈને સ્ટમ્પ ઉડાવે છે, તો તેના હાથમાં રહેલા બોલ પર તેનું સંપૂર્ણ કંટ્રોલ હોવું જરૂૂરી રહેશે. માત્ર બોલને હાથ અડી ગયો હોય અને તે જ સમયે સ્ટમ્પ પડી જાય, તો તેને બોલ પકડ્યો હોવાનું માનવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં બેટરને રનઆઉટ અથવા સ્ટમ્પિંગ આપી શકાશે નહીં.

હવે બંને ટીમોની સંમતિથી દિવસ દરમિયાન રમાતી ટેસ્ટ મેચમાં પિંક બોલનો ટ્રાયલ કરી શકાશે. તેનો હેતુ ખરાબ પ્રકાશને કારણે રમત અટકવાની શક્યતા ઘટાડવાનો છે. પિંક બોલનો ઉપયોગ કરવાનો નિર્ણય ટેસ્ટ મેચ શરૂૂ થાય તે પહેલાં જ લેવો પડશે. એકવાર મેચ શરૂૂ થયા પછી રેડ બોલમાંથી પિંક બોલ અથવા પિંક બોલમાંથી રેડ બોલમાં બદલી શકાશે નહીં.

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે બે ઈનિંગ્સ વચ્ચે 15 મિનિટનો નિર્ધારિત બ્રેક રહેશે (જે મહિલા ક્રિકેટમાં અગાઉથી જ લાગુ હતો). જો મેચ દરમિયાન કોઈ કારણસર સમયનો વ્યય થયો હોય તો આ બ્રેક ઘટાડીને ઓછામાં ઓછો 10 મિનિટ કરી શકાશે. વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં હવે ડ્રિંક્સ બ્રેક દરમિયાન ટીમના હેડ કોચ અથવા તેમના દ્વારા નિયુક્ત પ્રતિનિધિ મેદાનમાં પ્રવેશ કરી શકશે અને ખેલાડીઓ સાથે વાતચીત કરી શકશે. આ જોગવાઈ પણ મહિલા ક્રિકેટમાં અગાઉથી જ અમલમાં હતી, જેને હવે પુરુષ ક્રિકેટમાં પણ સમાન રીતે લાગુ કરવામાં આવી છે.

બેટર બોલ ફેંકતા પહેલાં અથવા બોલ ફેંકતી વખતે પોતાની પોઝિશન બદલે ત્યારે બોલરને રાહત આપવા માટે વાઇડ અંગેનો જે નિયમ અગાઉ ટ્રાયલ તરીકે લાગુ કરાયો હતો, તેને હવે વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કાયમી કરી દેવાયો છે (મહિલા ક્રિકેટમાં આ નિયમ પહેલેથી જ અમલમાં હતો). બોલ હાથમાંથી છૂટે તે ક્ષણે બેટરના પગની સ્થિતિને આધાર માનીને વાઇડ નક્કી કરવામાં આવશે. બોલ છૂટ્યા બાદ બેટર ઓફ સાઇડ તરફ ખસી જાય તો પણ વાઇડના નિર્ણય પર તેની કોઈ અસર પડશે નહીં.

અંત સુધી મેચનો રોમાંચ જળવાઇ રહેશે
જો દિવસની છેલ્લી ઓવર દરમિયાન વિકેટ પડે અને ઓવર પૂરી ન થઈ હોય, તો હવે વિકેટ પડતાં જ દિવસની રમત પૂરી જાહેર કરવામાં આવશે નહીં. જો હવામાન અને મેદાનની સ્થિતિ રમત માટે યોગ્ય હશે તો બાકીના બોલ નાખીને ઓવર પૂરી કરવામાં આવશે. એટલે કે, દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડ્યા પછી તરત રમત બંધ નહીં થાય, નવા બેટરે રમવા આવવું જ પડશે. બાકીના બોલ બીજા દિવસે નાખવાના જ હોય છે, તેથી વિકેટ પડ્યા બાદ રમત બંધ કરવાથી સમયની બચત થતી નથી. આ ફેરફારથી ફિલ્ડિંગ ટીમને પણ ફાયદો થશે અને મેચનો રોમાંચ જળવાઈ રહેશે.