કાલે વેસ્ટઇન્ડિઝ સામે છેલ્લી વન ડે પ્રસિધ્ધ ક્રિષ્નાના સ્થાને અંશુલ કંબોજ

વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરિઝની ત્રીજી અને વનડે મેચ પહેલા ભારતીય સ્ક્વોડમાં મોટો ફેરફાર થયો છે. ટીમના સ્ટાર બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના…

વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરિઝની ત્રીજી અને વનડે મેચ પહેલા ભારતીય સ્ક્વોડમાં મોટો ફેરફાર થયો છે. ટીમના સ્ટાર બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના ઈજાને કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રસિદ્ધ ક્રિષ્નાને ગુવાહાટીમાં રમાયેલી બીજી વનડે દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ઈજાના કારણે તે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી વનડેમાં રમી શક્યો નહોતો.

ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડે અપડેટ આપતા જણાવ્યું કે પ્રસિદ્ધ ક્રિષ્ના વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી અને છેલ્લી વનડેમાં રમી શકશે નહીં. ગુવાહાટીમાં રમાયેલી બીજી વનડે દરમિયાન પ્રસિદ્ધના ડાબા પગમાં હેમસ્ટ્રિંગમાં ઇજા થઈ હતી. જેના કારણે તે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. સિલેક્શન કમિટીએ પ્રસિદ્ધના રિપ્લેસમેન્ટ તરીકે ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે. કંબોજ ન્યૂ ચંદીગઢમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સીરિઝની ત્રીજી વનડે મેચ 3 ઓક્ટોબરે મુલ્લાંપુરમાં રમાશે.

અંશુલ કંબોજ માટે ભારતીય ટીમમાં સામેલ થવું તેના માટે એક મોટી તક છે. 25 વર્ષીય કંબોજે હજુ સુધી ભારત માટે વનડે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું નથી. T20 ઈન્ટરનેશનલમાં પણ તેને રમવાની તક મળી નથી. જોકે, તે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં કંબોજનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 113 વિકેટ, લિસ્ટ અમાં 56 વિકેટ અને T20 ક્રિકેટમાં 76 વિકેટ છે. IPL માં કંબોજ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. IPL 2026માં તેણે ઈજઊં માટે 14 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. જ્યારે અત્યાર સુધી રમેલી 25 IPL મેચમાં તેના નામે કુલ 31 વિકેટ છે.

ભારતીય સ્ક્વોડ – શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નિતીશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જયસ્વાલ, નમન ધીર અને અંશુલ કંબોજ.