ગુજરાત

રાષ્ટ્રીય એકતા દિવસે ‘રન ફોર યુનિટી’ યોજાઇ

Published

on

અધિકારીઓ-પદાધિકારીઓ-પોલીસ કર્મચારીઓ જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પએક ભારત શ્રેષ્ઠ ભારતથના સૂત્રને સાર્થક કરતી છઞગ ઋઘછ ઞગઈંઝઢ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે અને મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ તથા ઈન્ચાર્જ અધિક નિવાસી કલેકટર એન. કે.મૂછારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.


આ દોડ સરદાર પટેલ સ્ટેચ્યુ, બહુમાળી ભવનથી રેસકોર્ષ રીંગરોડ પર પોલીસ હેડક્વાર્ટર- આયકર ભવન- બાલભવન રોડ- કિસાનપરા ચોક- જિલ્લા પંચાયત ચોકથી ફરી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી પહોંચી હતી. સરકારી અધિકારી/કર્મચારીઓ, એન.સી.સી. કેડેટસ, હોમગાર્ડના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા વાસીઓએ છઞગ ઋઘછ ઞગઈંઝઢ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ શહેર-1 પ્રાંત અધિકારી ચાંદની પરમાર, સહાયક કલેકટર જિજ્ઞાસાબેન ગઢવી, ડી.સી.પી સજ્જનસિંહ પરમાર, એસીપી જગદીશ બંગરવા, રાધિકા ભારાઈ, પૂજા યાદવ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, નાયબ નિયામક વિકસતી જાતિ બારોટ, જિલ્લા શિક્ષણા ધિકારી દીક્ષિત પટેલ સહિતના અધિકારીઓ તેમજ પોલીસ જવાનોએ દોડમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version