Site icon Gujarat Mirror

એકતા દિવસ નિમિત્તે રેસકોર્સ ફરતે રન ફોર યુનિટિ યોજાઇ

મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મેયર નયના પેઢડિયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, ઈઙ બ્રજેશકુમાર ઝા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના મહાનુભાવોએ રેસકોર્સનું ચકકર કાપ્યું

જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા દેશના લોખંડી પુરૂૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની 150 મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ય મહાનુભાવોએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરીને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત તમામ મહાનુભાવોએ રેસકોર્સ ફરતે દોડીને રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો. તમામ ઉપસ્થિતઓએ દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે એકતા શપથ લીધા હતા.

સવારે 7.00 વાગ્યે યોજાયેલી આ દોડમાં ગુજરાત પોલિસના યુવાનો, શહેરીજનો, મહિલાઓ, દોડવીરો, વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. બહુમાળી ભવન સર્કલથી આરંભાયેલી આ રન ફોર યુનિટી સમગ્ર રેસકોર્સ રીંગ રોડનું ચક્કર લગાવી આ જ જગ્યાએ સંપન્ન થઇ હતી. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના મેચર નયનાબેન પેઢડીયા, સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વે ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર એ. કે. ગૌતમ, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, રમત-ગમત અધિકારી જાડેજા, અગ્રણી માધવ દવે, કોર્પોરેશનના વિવિધ વીભાગના કર્મચારીઓ, તથા વરિષ્ઠ નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

Exit mobile version