કેશોદ નગરપાલિકા ની ચુંટણીમાં ફોમ ભરવાનાં અંતિમ દિવસે ભાજપમાં ભડકો થયો છે અને એક પુરૂૂષ કાયેકર સહિત સાત મહિલા મોરચા ની સકિય બહેનોએ ભાજપ પક્ષની નીતિ રિતીથી નારાજ થઈ પક્ષમાંથી રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જુનાગઢ ના કેશોદ શહેર ભાજપમાં ટીકીટ વહેંચણી ને લઈને ભાજપમાં મોટું ભંગાણ થયું છે અને મહિલા મોરચાની સકિય સાત જેટલી બહેનો એ પક્ષની નીતિ રિતે સામે ભારે રોષ વ્યક્ત કરી ને આજથી તેઓ ભાજપ પક્ષને છોડી રહીયા નું મિડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું તો બીજી તરફ રાજીનામાં આપનાર મહિલાઓએ શહેર ભાજપના પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તેઓએ કહ્યું હતું કે ટિકિટ વિતરણમાં પૈસાની લેતીદેતી નાં પણ આક્ષેપો કર્યા છે.
ત્યારે રાજીનામું આપનાર લોકોમાં એક પુરૂૂષ સહિત સાત મહિલાઓનાં નામની યાદી પર નજર કરીએતો શૈલેષ મક્કા કાયેકર (પુરુષ) તથા મહિલાઓમાં શારદાબેન રાખોલીયા આરતીબેન પંડયા વૈશાલી કનેરીયા મધુબેન ધનેશા પ્રભાબેન ભલાણી હિનટુબેન કણસાગરા શોભનાબેન સાવલીયા નો સમાવેશ થાય છે. આ કાર્યકરોએ મિડિયા ને માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્ષોથી પાર્ટી માટે કામ છતાં ટિકિટ સમયે પૈસાવાળા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી છે જેને કારણે તેઓએ આ કઠોર નિર્ણય લીધો છે આ ઘટનાએ કેશોદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષને ખુલ્લેઆમ બહાર લાવી દીધો છે.

