સંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જ

શિક્ષણપ્રધાનના રાજીનામાની માંગ સાથે કૂચ રોકવા જબરો પોલીસ બંદોબસ્ત, મેટ્રો સ્ટેશનો બંધ: અનશન સમાપ્ત કરવા વાંગચૂકની પત્નીની શરત નીટ પરીક્ષામાં ગેરરીતી પછી શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના…

શિક્ષણપ્રધાનના રાજીનામાની માંગ સાથે કૂચ રોકવા જબરો પોલીસ બંદોબસ્ત, મેટ્રો સ્ટેશનો બંધ: અનશન સમાપ્ત કરવા વાંગચૂકની પત્નીની શરત

નીટ પરીક્ષામાં ગેરરીતી પછી શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે ભારતીય કોક્રોચ પાર્ટીએ દિલ્હીના જંતરમંતર ખાતે આંદોલન જારી છે. પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને શુક્રવારે તેમના અનશનના 21માં દિવસે હોસ્પીટલમાં ખસેડાયા પછી પણ આંદોલનકારીઓએ સંસદ કુચ જારી રાખવાની જાહેરાત કરી હતી. કુચમાં ભાગ લેવા હજારો યુવાનો દિલ્હીમાં એકડા થયા હતા. પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કરી કલમ 163 લાદી હતી. કુચને રોકવા 5000 પોલીસ કર્મીઓ તહેનાત કરાયા છે. આજે કુચ શરૂ થઇ ત્યારે દેખાવકારોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. રેપિડ એકશન ફોર્સ પણ તહેનાત છે. નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર જાહેર સલાહકાર જારી કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, “દિલ્હી પોલીસ સ્પષ્ટપણે સ્પષ્ટ કરે છે

કે આવી કોઈપણ વિરોધ કૂચ અથવા સરઘસ માટે કોઈ પરવાનગી માંગવામાં આવી નથી કે આપવામાં આવી નથી.” કુચને રોકવા આડસો ઉભી કરાઇ છે અને પાંચ મેટ્રો સ્ટેશન બંધ કરાયા છે.
ડીસીપી સચિન શર્માએ જાહેરાત કરી કે, ચોમાસુ સત્ર અને આયોજિત વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, નવી દિલ્હીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇગજજ) ની કલમ 163 – જે પહેલા કલમ 144 હતી – લાગુ કરવામાં આવી છે.

અગાઉ, વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ અનશન ખતમ કરવા માટે દેશના રાજકીય પક્ષો અને સંસદસભ્યો સમક્ષ એક બહુ સ્પષ્ટ શરત મૂકી છે તેમણે જણાવ્યું હતું કે, જો વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ સોનમ વાંગચુકને લેખિત અથવા સત્તાવાર ખાતરી આપે કે તેઓ સંસદના આગામી મોન્સૂન સત્રમાં શિક્ષણમાં જવાબદેહી અને પરીક્ષા સુધારાનો મુદ્દો પ્રબળતાથી ઉઠાવશે, તો સોનમ વાંગચુક પોતાની ભૂખ હડતાલ સમેટી લેવા માટે તૈયાર છે.