Site icon Gujarat Mirror

RTO દ્વારા GJ-03-PQ સિરીઝના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરનાં 2જી જાન્યુ.થી ઇ-ઓકશન

 

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 PQ સીરિઝનું ઓક્શન તા.02/01/2026 થી શરૂૂ કરવામાં આવનાર હોઈ GJ 03 PQ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી onlinehttp://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.

અરજદારે ઇ-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking ક્લિક કરવું., જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો., હરાજીમાં નંબર મેળવ્યા બાદ ” પ” દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપૂઅલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.

મોટર સાયકલની સીરિઝ GJ-03-PQ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન ઓકશન થશે. ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા.02/01/2026 સાંજે 04:00 કલાક થી તા.05/01/2026 સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.05/01/2026 સાંજે 04:01 કલાક થી તા.07/01/2026 ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.07/01/2026 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.

Exit mobile version