Site icon Gujarat Mirror

સલીમ પઠાણના બેંક એકાઉન્ટમાંથી 2 કરોડ રોકડા, 7 લાખના ક્રિપ્ટો કરન્સી ફ્રિઝ

 

અમદાવાદમાં વિવાદાસ્પદ બિલ્ડર અને વકફની 100 કરોડની જમીન પર કબજો જમાવી દેનાર સલીમ જુમ્માખાન પઠાણ અને તેના મળતિયાની 10 પ્રિમાઇસીસ પર ઇડીએ દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ બીજા દિવસે પણ દરોડાની કામગીરી યથાવત રખી હતી. અધિકારીઓએ સલીમના બેંક એકાઉન્ટમાંના રૂૂ. બે કરોડ, 30 લાખ રોકડા અને સાત લાખની ક્રિપ્ટો કરન્સી ફ્રિઝ કરી દીધી છે.

અમદાવાદ જમાલપુરના સલીમ જુમ્માખાન પઠાણ અને તેના પાંચ મળતિયા વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસે વકફ બોર્ડની જમીન પર કબજો કરી તેના પર મકાનો દુકાનો બનાવી તેના ભાડા વસૂલવા બદલ ફરિયાદ નોંધી તપાસ શરૂૂ કરી છે. સલીમ એન્ડ કંપનીએ કાચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કસમ ટ્રસ્ટના ગેરકાયદે ટ્રસ્ટી બની કૌભાંડ કર્યા હોવાની ફરિયાદ પણ નોંધાઇ છે. ઇડીના અધિકારીઓએ તેણે ગેરકાયદે વકફની જમીન પર 150-200 મકાનો બનાવ્યા હોવાનું અને 25-30 દુકાનો બનાવી હોવાનું પણ શોધી કાઢ્યું છે.

બીજી તરફ, ઇડીના અધિકારીઓ બુધવારે સવારે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સલીમ પઠાણ અને તેના મળતિયાની ઓફિસ અને ઘરો પર ત્રાટક્યા હતા. અમદાવાદ અને ખેડા મળીને કુલ 10 પ્રિમાઇસીસમાં દરોડાની કામગીરી ચાલી રહી છે. બે દિવસની તપાસ દરમિયાન સલીમ સાથે સંકળાયેલા સ્થાનિક વિસ્તારના રાજકીય અગ્રણીઓની સંડોવણી છતી થઇ રહી છે જેને પગલે હવે તેમની પ્રિમાઇસીસમાં પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અધિકારીઓને મળેલા દસ્તાવેજોની ખરાઇ કરવામાં આવી રહી છે.

Exit mobile version