ક્રાઇમ

રાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડી

Published

on

બચત યોજનાના નામે મંડળીના ચાર સંચાલકો અને અનેક રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા


રાજકોટમાં ડેઈલી બચત અને ગોલ્ડ સ્કીમના નામે મંડળીના સંચાલકો અને જવેલર્સ પેઢીના માલીક સહિત ચાર શખ્સોએ અનેક રોકાણકારોને સીશામાં ઉતારી રાતા પાણીએ રોવડાવ્યા છે. રોકાણકારો સાથે થયેલ 2.90 કરોડ રૂાપિયાની છેતરપીંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાતા આ મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અને આ છેતરપીંડીનો ભોગ બનેલા રોકાણકારોએ આ અંગે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર સમક્ષ માંગ કરી હતી.


મળતી વિગતો મુજબ રાજકોટના કુવાડવા રોડ પર વૃંદાવન સોસાયટી શેરી નં. 3માં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ લુણાગરિયા ઉ.વ.45 એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પ્રવિણ મગનલાલ મગદાણી દર્શીત પ્રવિણભાઈ મગદાણી, ભાવિન પ્રવિણભાઈ મગદાણી અને રાકેશ કાંતિલાલ વાયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગુણવતભાઈ તેમના મિત્ર અમિતભાઈ જેસડિયા તેઓ કોમ્પ્યુટર જોબવર્કનું કામ કરતા હોય તેમની ઓફિસે બેસવા જતાં હોય વર્ષ 2012માં તેમનો પરિચય પ્રવિણભાઈ મગદાણી સાથે થયો હતો. પ્રવિણભાઈ પોતે વકીલ હોય જે મિત્ર અમિતભાઈના દુકાને કોમ્પ્યુટરના કામ અર્થે આવતા હોય જેથી પરિચય થયા બાદ તેઓએ જણાવ્યું કે, તેઓ લક્ષ્મી નયના કો. ઓ.ક્રેડીટ સોસાયટી નામની મંડળી ચલાવે છે. જેમાં ડેઈલી બચતમાં સારુ વળતર મળે છે. તેમજ લોન પણ આપવામાં આવે છે.

મંડળીની ઓફિસ સોજીત્રા માર્કેટ ન્યુએરા સ્કૂલ રૈયા રોડ ખાતે આવેલી છે. આ મંડળીના ચેરમેન અને ડિરેક્ટર પ્રવિણભાઈ મગદાણી તથા તેનો પુત્ર પ્રવિણ ભાવિન મગદાણી પાસે જઈને બચત ખાતુ ખોલાવ્યું હતું અને રોજના રૂા. 500ની ડેઈલી બચતમાં રોકાણ કર્યુ હતું. જેમાં રૂા. 99 હજારનું રોકાણ થયું હોય બાદમાં 2014માં મંડળીના ચેરમેન પ્રવિણ અને પુત્ર ભાવિને રામા જવેલર્સ નામે ગોલ્ડ સ્કીમ ચાલુ કર્યાનું અને તેમાં રાકેશ કાંતિલાલ વાયા તેમાં ભાગીદાર હોય આ સ્કીમમાં સોનું ખરીદવાનું હોય તથા ડ્રો લાગે તો જેટલા હપ્તા ભરવાના હોય અને 40 મહિના બાદ ડબલ સોનું મળી જાય તેવી લાલચ આપી હતી. ત્યાર બાદ પ્રવિણભાઈએ પોતાના અન્ય પુત્ર દર્શિતે આસુતોષ ફાઈનાન્સ નામની પેઢી ચાલુ કરી હોય જેની સાધુવાસવાણી રોડ પર નક્ષત્રમાં ઓફિસ હોવાનું જણાવી રોકાણ કરો તો એક વર્ષ પછી વ્યાજ સાથે કંપની વધુ રકમ રોકાણ કારને ચુકવે તેવું જણાવ્યું હતું. જેથી ગુણવંતભાઈએ રૂા. 32 લાખનું રોકાણ કર્યુ હતું.


વર્ષ 2017માં જ્યારે લક્ષ્મી નયના મંડળીની ઓફિસ તથા આસુતોષ ફાઈનાન્સ અને રામા જવેલર્સ ખાતે પોતાએ રોકાણ કરેલી રકમનું વળતર લેવા માટે ગયા ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે, ઓફિસ બંધ હોય અને આ પ્રવિણ તથા તેના બન્ને પુત્ર દર્શિત તથા ભાવિન અને રાકેશકાંતિલાલ વાયા ઓફિસ બંધ કરીને ક્યાંક ચાલ્યા ગયા હોય જેથી પોતાની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડ્યુ હતું. આ બાબતે તપાસ કરતા 11 લોકો સાથે આ ટોળકીએ 2.90 કરોડની છેતરપીંડી કરી હોય આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગોલ્ડ સ્કીમ અને ફાઈનાન્સના નામે ભોગ બન્યા રોકાણકારો
ગોલ્ડસ્કીમ અને ફાઈનાન્સના નામે આ ટોળકીએ જેની સાથે છેતરપીંડી કરી છે તેમાં દિનેશભાઈ ભવાનભાઈ લૌખીલ સાથે 10 લાખ તેમના પત્ની સ્વાતિબેન દિનેશભાઈના સાથે 4 લાખ, મિતુલ ધિરજલાલ સામાણી સાથે 12 લાખ, તેના પિતા ધીરજ મોહનલાલ સામાણી સાથે 23 લાખ, સંજય દેવરાજભાઈ શિશાંગિયા સાથે 4 લાખ, પ્રતિક સુરેશભાઈ રાકંજા સાથે ત્રણ લાખ, સુરેશ શામજીભાઈ રાકંજા સાથે 52 લાખ, સિમાબેન અલ્કેશભાઈ મહેતા સાથે 6 લાખ, ધવલ વિનોદરાય વૈષ્ણવ સાથે 6 લાખ, રોહિત હેમંતભાઈ ચંદ્રાલા સાથે 6.40 લાખ અને પિયુષભાઈ ઘનશ્યામભાઈ રાજ્યગુરુ સાથે 1.31 કરોડ એમ કુલ 2.90 કરોડ રૂપિયા ઉઘરાવી આસુતોષ ફાઈનાન્સ, શ્રી લક્ષ્મી નયના મંડળી અને રામા જવેલર્સે હાથ ઉંચા કરી દેતા આ મામલે અંતે ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version