Site icon Gujarat Mirror

સોરઠિયાવાડી સર્કલ પાસે રેડીમેડ કપડાંની દુકાનમાંથી 1.36 લાખની ચોરી, કર્મચારી પર શંકા

સોરઠીયાવાડી સર્કલ બગીચા પાસે આવેલી કપડાની દુકાનમાં સિક્યુરિટી જેવા કપડાં અને મોઢે માસ્ક બાંધી ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખસે માત્ર બે મિનિટમાં દુકાનના કેશ કાઉન્ટરમાંથી રૂૂપિયા 1.36 લાખની રોકડ ચોરી કરી લીધી હતી. જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં દુકાનના એક કર્મચારી પર પણ શંકા દર્શાવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં ઓમનગર સર્કલ પાસે ગિરનાર સોસાયટી શેરી નંબર 5 માં રહેતા વિવેક બાબુભાઈ ધેડીયા(ઉ.વ 25) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સોરઠીયાવાડી સર્કલ બગીચા સામે ગેંગસ્ટર મેન્સવેર નામની કપડાંની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે અને દુકાન તે જ દુકાન સંભાળે છે. દુકાનના માલિક યશ કિશોરભાઈ આસવાણી છે. દુકાનમાં ફરિયાદી ઉપરાંત ત્રણ વ્યક્તિ જેમાં કરણ, કાર્તિક તથા રણવીર ઉર્ફે રાણો કામ કરે છે.

ગત તા. 10/4 ના બપોરના ચારેક વાગ્યે ફરિયાદીનો મોટો ભાઈ મીત ધેડિયા અહીં દુકાને આવ્યો હતો અને દુકાનના કેશ કાઉન્ટરમાં તેણે તેના ધંધાના રૂૂપિયા 1.35 લાખ બે દિવસ માટે મૂક્યા હતા. તા.12/4 ના હનુમાન જયંતિ હોવાથી રાહદારીને ઠંડા પીણા પીવડાવવાનું આયોજન કર્યું હોય જેથી સવારના આઠેક વાગ્યે યુવાન પવનપુત્ર ચોક ગયો હતો અને થોડીવાર બાદ તેનો ભાઇ પણ આવ્યો હતો. બપોરના દોઢેક વાગ્યે આસપાસ બંને અહીં દુકાને આવતા કેશ કાઉન્ટરમાં ચેક કરતા મિતે કેશ કાઉન્ટરમાં રાખેલ રોકડ રૂૂપિયા 1.35 લાખ હતા નહીં તેમજ અન્ય કેસ કાઉન્ટરના ખાનામાં રાખેલ રૂૂપિયા 1800 રોકડ પણ જોવામાં આવ્યા ન હતા.

જેથી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. બાદમાં તા.12-4 ના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક અજાણી વ્યક્તિ ખાખી કલર જેવો સિક્યુરિટીનો યુનિફોર્મ પહેરી માથે ટોપી અને મોઢે માસ્ક બાંધી આવી હોય તે અને રણવીર ઉર્ફે રાણો જીવરાજભાઈ પરમાર તેને કપડાં જાતે જોવાનું કહે છે અને રણવીર દુકાનની સાફ-સફાઈ કરતો જોવા મળે છે તેમજ રણવીર દુકાનની બહાર કચરો સાફ કરવા જાય છે એટલામાં આ અજાણ્યો શખસ કેસ કાઉન્ટરમાં લગાવેલ ચાવી ફેરવી ખાનુ ખોલી બંને ખાનામાંથી રૂૂ.1,36,800 ની રોકડ લઈ ગયાનું સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું.માત્ર બે મિનિટમાં જ તે ચોરી કરી જતો રહ્યો હતો. જેથી રણવીર ઉર્ફે રાણા પર શંકા જતા તેને આ બાબતે પૂછતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને આ અજાણ્યા ગ્રાહકની તે ઓળખતો ન હોવાનું કહ્યું હતું.બાદમાં અંતે આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ કરી છે.

Exit mobile version