રોડની અધવચ્ચે આવી જાય એ રીતે ઉભા રહેતા શાકભાજી સહિતના ધંધાર્થીઓના કાયમી ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ
જામનગર શહેરના દરબાગઢ વિસ્તાર તથા સુભાષ માર્કેટ વિસ્તારમાં શકભાજી ના રેકડી ધારકો દ્વારા મોટાપાયે દબાણ કરાય છે. જે સમસ્યાનું નિરાકરણ લાવવાના ભાગરૂૂપે જામનગર પોલીસ સક્રિય બની છે અને 28 જેટલા રેકડી ધારકો વિરૂૂધ્ધ બી.એન.એસ ની કલમ 285 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને રેકડીધારકોમાં નાશ ભાગ મચી ગઈ હતી.
જામનગર શહેરના દરબારગઢ સર્કલ થી રણજીત રોડ રોડ પર જવા માટે સીટી બસની બર્ધન ચોક થઇને પસાર થાય છે. પરંતુ જામનગર શહેરના દરબારગઢ થી સુભાષ માર્કેટ થી રણજીત રોડ માર્ક સુધીના અનેક રેકડીધારકો દબાણ સર્જીને બેઠા હોય છે અને સિટી બસને પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે. ઉપરાંત અવાર-નવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
આ સમસ્યાનું નિરાકરણ લાવવાના ભાવરૂૂપે જામનગર ની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા ની આગેવાની હેઠળ દરબારગઢ પોલીસ ચોકી ના પીએસઆઇ વી.આર.ગામેતી સહિત સ્ટાફ દ્વારા દરબારગઢ ચોક થી સુભાષ માર્કેટ વિસ્તારમાં વિશેષ રૂૂપે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જાહેર રસ્તા પર દબાણ દૂર કરીને રેકડી સહિત 28 વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તમામ વિરૂૂધ્ધ બી.એન.એસ એક્ટર 285 કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને દરબારગઢ વિસ્તાર તેમજ સુભાષ માર્કેટ વિસ્તારના રેકડીધારકોમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.
