Site icon Gujarat Mirror

વડોદરાની હોસ્પિટલને કોરોના સમયે અપાયેલા 50 લાખના રોબોટ અદૃશ્ય

 

વૈશ્વિક મહામારી કોવિડ 19 વાયરસ આવ્યા બાદ વડોદરાની SSG-GMERS હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રૂૂપિયા 50 લાખના ખર્ચે રોબોટ વસાવવામાં આવ્યા, હાલ આ રોબોટ મિસ્ટર ઈન્ડિયા બની ગયા છે. લાખો રૂૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ રોબોટનો ઉપયોગ ક્યાં થયો એની કોઈ માહિતી નથી.

વડોદરાની SSG હોસ્પિટલમાં 3 અને GMERS હોસ્પિટલમાં 4 એમ મળી આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલાં કોવિડ પેશન્ટ માટે રાખવા કુલ 7 રોબોટ લવાયા હતા. જે રોબોટ સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડમાં કોવિડ સંક્રમિત પેશન્ટ માટે દવા લઇ જવાનું કામ કરતા. કોમર્શિયલ કંપની દ્વારા SSG અને ગોત્રી GMERSમાં CSR ફંડથી 7 રોબોટ આપવામાં આવ્યા હતા. રોબોટ કોવિડ વોર્ડમાં દાખલ પેશન્ટને દવા-ભોજન આપવા સહિતનું કામ કરતા હતા.

આ રોબોટ બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ કોવિડ પેશન્ટ અને સ્વજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં, અને આગામી સમયમાં વધુ રોબોટ મૂકવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ. હાલ, આ રોબોટ ક્યાં છે, કોઈને ખબર નથી. બંને હોસ્પિટલમાં ક્યાંય રોબોટ જોવામાં નથી આવ્યા. ત્યારે રૂૂપિયા 50 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા આ રોબોટ નિષ્ફળ નીવડ્યા કે પછી બગડ્યા એ પણ એક મોટો સવાલ છે.

હાલ કોવિડ બાદ ચીનમાં ફરીથી નવા ઇંખઙટ વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ વાયરસને લઈને સંક્રમણ વધુ ફેલાય નહિ તે માટે ફરીથી હોસ્પિટલોમાં તંત્ર સજ્જ બન્યું છે અને આઈસોલેશન વોર્ડ તૈયાર કરાશે. ત્યારે, લાખોના ખર્ચે વસાવેલા રોબોટ જોવા નથી મળી રહ્યા.

Exit mobile version