ગુજરાત

બેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યું

Published

on


જામનગરના વોર્ડ નંબર 6માં આવેલા સમર્પણ સર્કલથી બેડી બંદર રીંગ રોડ સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ખોદાયેલા રોડને ફરીથી રિપેર કરવાની કામગીરીમાં ગંભીર ખામીઓ હોવાનો આક્ષેપ વિસ્તારના કોર્પોરેટર રાહુલ બોરીચાએ કર્યો છે. બોરીચાએ આક્ષેપ કર્યો છે કે, રોડ રિપેરિંગ માટે વપરાતી સામગ્રીની ગુણવત્તા ખૂબ જ નબળી છે. રોડ પર રેડવામાં આવતું મિશ્રણ સુકાઈ જતાં લાકડા જેવું બની જાય છે, જેના કારણે રોડ ખૂબ જ ઝડપથી બગડી જશે. આ સમગ્ર મામલે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી.


આ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં, કોર્પોરેટર બોરીચાએ રોડ રિપેરિંગનું કામ અટકાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે રોડ પર કામ કરતા વાહનોને રોકીને ધરણા શરૂૂ કર્યા હતા. તેમનું કહેવું હતું કે, જ્યાં સુધી રોડ રિપેરિંગનું કામ ગુણવત્તાપૂર્ણ રીતે નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. લોકોનું કહેવું છે કે, કરોડો રૂૂપિયાના ખર્ચે થતી આ કામગીરીમાં જો ગુણવત્તા જળવાઈ નહીં તો થોડા સમયમાં જ રોડ ફરીથી બગડી જશે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને રોડ રિપેરિંગનું કામ ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version