રાષ્ટ્રીય

બિહારના દરભંગામાં બબાલ: રામ વિવાહની ઝાંખી પર પથ્થરમારો, મસ્જિદ નજીક બે પક્ષો વચ્ચે અથડામણ

Published

on

બિહારના દરભંગામાં ગઈ કાલે રામવિવાહની પંચમીના અવસર પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મસ્જિદ નજીકથી રામ-જાનકી લગ્નની ઝાંખી પસાર થઈ રહી હતી ત્યારે એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. ઝાંખી સાથે સંકળાયેલા લોકોએ પણ આનો જવાબ આપ્યો. આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. મામલો નગર કોતવાલી વિસ્તારના ગનીપુર તરૌની ગામનો છે. ના પગલે મોટી સંખ્યામાં પોલીસ ટુકડી ખડકી દેવામાં આવી હતી અને સ્થિતિ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દરભંગામાં વિવાહ પંચમીના ઝાંખી દરમિયાન વિવાદની આ પહેલી ઘટના નથી. આ વર્ષે ધાર્મિક ઝાંખી પર પથ્થરમારાની અનેક ઘટનાઓ બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, દરભંગા નગર કોતવાલી વિસ્તારના રામ જાનકી મંદિરમાં છેલ્લા 30 વર્ષથી વિવાહ પંચમીના અવસર પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે અહીં ટેબ્લો પણ કાઢવામાં આવે છે. જો કે, આ પહેલા ક્યારેય હોબાળો થયો નથી. આ ક્રમમાં શુક્રવારે ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી.

ઝાંખી પઠાણટોલી મસ્જિદ પાસે પહોંચતા જ એક ખાસ સમુદાયના લોકોએ સૂત્રોચ્ચાર કરીને હંગામો મચાવ્યો હતો. થોડી જ વારમાં આ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જેના જવાબમાં ઝાંખી સાથે સંકળાયેલા લોકો પણ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

સામસામે પથ્થરમારામાં બંને પક્ષના ત્રણ લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાની સાથે જ એસપી સિટી અને એસડીએમ સદર પૂરી તાકાત સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તોફાનીઓને વિખેરી નાખ્યા હતા. હાલ ઘટનાસ્થળે શાંતિ છે, પરંતુ તણાવની સ્થિતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version