પ્રમુખ ઇશુદાન ગઢવી સહિત 18 શખ્સોને પકડયા બાદ રાત્રે જામીન મુક્ત કર્યા, હજુ 17 શખ્સોની શોધખોળ
કાર્યકર વિરૂધ્ધ લૂંટની કલમ ખોટી રીતે લગાડવામાં આવી હતી તેની રજૂઆત કરવા ગયા હતા
ખંભાળિયામાં મંગળવારે બે વાહન અકસ્માત બાદ એક આરોપી દ્વારા માથાકૂટ કરીને બે યુવાનોને માર મારવા તેમજ સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ પરપ્રાંતિય શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ બાદ ગઈકાલે બુધવારે આ આરોપી દ્વારા અગાઉના ફરિયાદી સામે ગુનો નોધવા બાબત સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના કાર્યકરોએ ખંભાળિયા પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, પોલીસ સામે અણછાજતું વર્તન કરવા સબબ રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં મંગળવારે સાંજે બે યુવાનો એક મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે સર્જાયેલા એક સામાન્ય અકસ્માત બાદ સામેથી આવી રહેલા એક એક્ટિવા પર જઈ રહેલા દીપક નામના એક શખ્સ દ્વારા ફરિયાદી તથા તેમની સાથે જઈ રહેલા બાઇક સવાર યુવાનને માર મારી, સોનાના ચેનની લૂંટ ચલાવા અંગેનો ગુનો નોંધાયો હતો.
આ બનાવના અનુસંધાને ગઈકાલે બુધવારે બપોરે ખંભાળિયા પોલીસ મથકમાં ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, ખેરાજ કેશવ રૂૂડાચ સહિતના આશરે 30 થી 35 જેટલા શખ્સોએ ટોળા સ્વરૂૂપે ધસી જઈને પોલીસ સાથે કથિત રીતે ગેરવર્તન કર્યાનું ખુલવા પામ્યું છે.
અહીં ધસી આવેલા આ શખ્સો દ્વારા અગાઉના આરોપી દિપક કે જે બિહારનો મૂળ રહીશ હોય, તેના દ્વારા અગાઉના ગુનાના ફરિયાદી સામે લૂંટનો ગુનો દાખલ કરવા માટેની અરજી આપી હતી. જે ગુનો દાખલ કરવા આરોપીઓ દ્વારા ઉશ્કેરણીજનક રીતે દબાણ કરવામાં આવતા આવતું હોવાનું જાહેર થયું છે. આરોપીઓના ટોળાએ ખંભાળિયા પોલીસ મથકના પી.એસ.ઓ.ના ટેબલ ફરતે ઘેરાવ કરી અને અમુક લોકોએ મોબાઈલમાં ઓનલાઈન થઈને લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું.
આ દરમિયાન ઈસુદાન ગઢવીએ કહેલ કે “પી.આઈ. જોશી ક્યાં છે?” બાદમાં અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીએ આવીને તેમની ચેમ્બરમાં રજૂઆત સાંભળવા માટે તેઓને બોલાવ્યા હતા. અહીં સાતેક જેટલા લોકોએ ફોનમાં લાઈવ રેકોર્ડિંગ કરતા ઇન્ચાર્જ પી.આઈ. જોશીએ કહ્યું હતું કે “તમે ઓનલાઈન લાઈવ રેકોર્ડિંગ બંધ કરો. અહીં અમારી ઓફિસમાં કેમેરા ચાલુ છે. તેમાં રેકોર્ડિંગ થાય છે. તમારે ફૂટેજની જરૂૂર હોય તો તમોને આપીશું”.
પરંતુ અહીં ધસી આવેલા શખ્સોએ ધક્કામુક્કી જેવું વાતાવરણ સર્જીને પોલીસનું મોરલ ડાઉન થાય તે રીતે દલીલો કરી, ખરાબ વર્તન કર્યું હતું. બહાર ઊભેલા ટોળાએ હોબાળો મચાવતા પોલીસ સ્ટાફ અહીં દોડી આવ્યો હતો. જ્યાં આરોપીઓએ પોલીસ સમક્ષ ખોટા આક્ષેપો કરી, વાહિયાત વાતો કરી હતી. લૂંટના ફરિયાદી વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરાવવાના ઈરાદાથી પોલીસ સ્ટેશનમાં ધસી આવેલા ટોળાએ પોલીસનું મોરલ ડાઉન થાય તેવું ખરાબ વર્તન કરી પોલીસને કામગીરીમાં અડચણ ઉભી કરી, મોબાઇલમાં ઓનલાઇન વિડીયો રેકોર્ડિંગ કરી અને ઉશ્કેરણીજનક અશોભનીય ભાષામાં ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયાના પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા ફરિયાદી બની, અને ઈસુદાન ગઢવી સહિતના અઢાર વ્યક્તિઓ સામે નામ જોગ તેમજ 12 થી 15 જેટલા અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂૂકાવટ અને રાયોટિંગની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે 18 આરોપીઓની અટકાયત કરી લીધી છે.
હુલ્લડ પ્રકરણના આરોપીઓના નામ
ગઈકાલે અહીંના પીએસઆઈ જાદવ દ્વારા નોંધાવવામાં આવેલી ધોરણસરની ફરિયાદમાં આરોપી તરીકે ઈસુદાન ખેરાજભાઈ ગઢવી, રામજી જેઠાભાઈ પરમાર, ખેરાજ કેશવભાઈ રૂૂડાચ, ભારા અરજણભાઈ કારીયા, રાજેશ નટવરલાલ ઇલાણી, શામજી કરશનભાઈ ચાવડા, કીશોર કરશનભાઈ ચાવડા, આવળદાન માણશુરભાઈ જામ, રમેશ ભીખાભાઈ હરીયાણી, ડાયાલાલ ધરમશી ચોપડા, કાના રામભાઈ જામ, કાન્તી રૂૂડાભાઈ ચોપડા, વીરા કારાભાઈ કંડોરીયા, નાથા રાયાભાઈ કારીયા, રામ ખેતશીભાઈ યોગાણી, ગીરીશ મુળજીભાઈ પરમાર, ઘેલુ ભીખાભાઈ આંબલીયા, કેતન ધાનાભાઈ નંદાણીયા સહીત આશરે ત્રીસથી પાંત્રીસ જેટલા આરોપીઓ સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

