Site icon Gujarat Mirror

કણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયા

કાલાવાર રોડ પર કણકોટના પાટીયા પાસે રીક્ષા લઇ ઊભેલા યુવાનને પૈસાની લેતી દેતી મામલે ઝઘડો કરી બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી બંનેને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ, કણકોટના પાટીયા મફતિયા પારામાં રહેતા કિશોરભાઈ પુંજાભાઈ પારઘીએ ફરિયાદમાં યાજ્ઞિક રોડ પર ઇમ્પીરિયલ હોટલની સામે ખોડીયાર ફાઇનાન્સ નામે ઓફિસ ધરાવતા મિત્તરાજસિંહ શૈલેન્દ્રસિંહ ગોહિલ અને મહિપાલસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે.કિશોરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ફરિયાદી એ આરોપી મિતરાજસિંહ પાસેથી રૂૂપિયા 10 હજાર લીધા હતા આ પૈસા આપી દીધા છતાં આરોપીએ ફોનમાં અને રૂૂબરૂૂ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તેમજ કિશોરભાઈને ફડાકા ઝીંકી ગાળો આપતા આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version