ગોંડલનાં બસસ્ટેન્ડમાં સાંજનાં સુમારે રીક્ષાચાલક યુવાને રીક્ષા માં બેસી ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. પાંચ માસ પૂર્વે લુંટેરી દુલ્હનનો ભોગ બનેલા યુવકે નાસીપાસ થઇને આ પગલું ભરી લીધું હતું. કોટડા સાંગાણી નાં મોટામાંડવા રૈહેતા અને ગોંડલ તથા આસપાસ નાં વિસ્તારો માં રીક્ષા ચલાવી રોજીરોટી મેળવતા શૈલેષભાઈ ગોબરભાઇ સોલંકી ઉ.28 સાંજ નાં સુમારે ગોંડલ નાં બસસ્ટેન્ડ માં રીક્ષા ઉભી રાખી જલદ ઝેરી દવા પી જતા થોડી મીનીટો માં તે રીક્ષા માં ઢળી પડ્યા હતા.અને તેનું મૃત્યુ નિપજ્યુ હતું.
બનાવ નાં પગલે બી’ડીવીઝન પીઆઇ જી.એસ.ગઢવી તથા સ્ટાફ બસસ્ટેન્ડ દોડી જઇ શૈલેષભાઈ નાં મૃતદેહ ને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી મોટામાંડવા તેના પરિવાર ને જાણ કરી હતી. બનાવ નાં પગલે તેમનો પરિવાર ગોંડલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. ઝેરી દવા પી આપઘાત કરનાર શૈલેષ ભાઈનાં નાનાભાઇ મહેન્દ્ર ભાઈએ જણાવ્યુ કે શૈલેષભાઈ એ પાંચ મહીના પહેલા લગ્ન કર્યા હતાં.પરંતુ જેની સાથે લગ્ન કર્યા તે યુવતી એક રાત રોકાઇ લગ્ન પેટે આપેલા રુ.1.80 લાખ લઇ નાશી જતા શૈલેષભાઈ એ યુવતી સહિત નાં સામે કોટડા સાંગાણી પોલીસ માં ગત તા.9 નાં ફરીયાદ કરી હતી.
પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણી શૈલેષભાઈ ગુમસુમ રહેતા હતાં.આખરે તેમણે આપઘાત કર્યો છે. શૈલેષભાઈ સોલંકી એ કોટડા સાંગાણી પોલીસ માં કરેલી ફરિયાદ ની પ્રાપ્ત વિગત મુજબ તેમને લગ્ન કરવા હોય તેના પિતાજી એ પરીચીત જયંતિ ભાઇને વાત કરતા જયંતિ ભાઇએ મોણપર વાળા બાબુભાઇ સોંદરવા લગ્ન કરાવી આપે છે તેવુ કહેતા બાબુભાઇ ને મળ્યા હતા. બાબુભાઇ એ શૈલેષભાઈને મોબાઇલ માં છોકરીનો ફોટો બતાવતા અને છોકરી ગમી જતા વિડીયો કોલ કરી વાત કરાવી હતી.બાદ માં તા.27/4/26 નાં બાબુભાઇ સોંદરવા,પુજા નામની છોકરી ઉપરાંત તેની સાથે હસીના નામની મહીલા,પરાગ પટેલ વગેરે શૈલેષભાઈ નાં ઘરે આવી ત્યાં પુજા સાથે ફુલહાર કરી લગ્ન કરાવ્યા હતા.
પુજા,હસીના અને પરાગ પટેલ શૈલેષભાઈ નાં ઘરે રાત રોકાયા હતા.અને લગ્ન પેટે રુ.બે લાખ નક્કી કરાયા હોય રુ.1.80 લાખ બાબુભાઇને આપ્યા હતા. બીજા દિવસે પુજા એ ચોટીલા માનતા ઉતારવા જવાનુ કહેતા શૈલેષભાઈ તેનો પરિવાર ઉપરાંત પુજા, હસીના,પરાગ વગરે ચોટીલા ગયા હતાં.ત્યાં પુજા એ એવુ કહ્યુ કે મારા મામા પણ માનતા ઉતારવા આવ્યા છે.તેમને મળતા આવીએ.
બાદમાં શૈલેષભાઈ તથા પુજા રીક્ષા માં થોડે દુર ગયા હતાં.આ વેળા પુજા એ શૈલેષભાઈ ને કહેલ કે પાણી ની બોટલ તથા માવો લેતા આવો.શૈલેષભાઈ પાણીની બોટલ લેવા ગયા હોય પુજા ત્યાંથી નાશી છુટી હતી.શૈલેષભાઈ એ તેને મોબાઈલ કરતા સ્વિચ ઓફ આવતો હોય પોતાની સાથે છેતરપીંડી થયા નું જાણી શૈલેષભાઈ ઘરે પરત ફર્યા બાદ કોટડા સાંગાણી પોલીસ માં બાબુભાઇ રામાભાઇ સોલંકી, હસીના, પુજા તથા પરાગ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. શૈલેષભાઈ ને પોતાની સાથે થયેલી બનાવટ થી લાગી આવતાં આખરે આજે આપઘાત કર્યો હતો. શૈલેષભાઈ બે ભાઇઓ નાં પરીવાર માં મોટા હતા.તેમનાં ત્રણ બહેનો સાસરે છે. બનાવ અંગે બી’ડીવીઝન પોલીસ નાં હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાવડીયા એ તપાસ હાથ ધરી છે.
