Site icon Gujarat Mirror

શેર-સોના-ચાંદી અને ક્રૂડમાં પ્રત્યાઘાતી સુધારો

સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો સોનામાં 3,000 અને ચાંદીના 6,500 વધ્યા

ગઈકાલે શેરબજારમાં 2700 પોઈન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે 925 ની શાનદાર રિકવરી જોવા મળી રહી છે. આઇટી,મેટલ તેમજ બેન્કિંગ શેરોમાં ભારે ખરીદીના પગલે સેન્સેક્સ અને નિફ્ટી ને પણ મોટો સહારો મળ્યો છે. સ્ટોક માર્કેટની સાથે સાથે સોના-ચાંદી માર્કેટમાં પણ તેજી સાથે શરૂૂઆત થઈ છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો નોંધાતા શેરબજારમાં પ્રત્યાઘાતી તેજી જોવા મળી રહી છે.

ગઈકાલે શેર બજારમાં સેન્સેક્સ માં 2700 પોઇન્ટ અને નિફ્ટીમાં 800 પોઈન્ટના કડાકા બાદ આજે ભારતીય શેર બજારમાં પોઝિટિવ ટોન સાથે માર્કેટની શરૂૂઆત થતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો. આજે શરૂૂઆતથી જ આઈ ટી કંપનીના દિગ્ગજ શેર જેવા કે ઇન્ફોસીસ, ટીસીએસ વિપ્રો, ઓરેકલ તેમજ એચસીએલના શેરમાં ભારે તેજી જોવા મળતા ઇન્ડેક્સ બે ટકા વધ્યો હતો. તો બીજી બાજુ એનર્જી ઇન્ડેક્સમાં પણ 785 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે. સાથે સાથે મેટલ કંપનીના શેરમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. સરકારી બેંકોમાં પણ આજે ખરીદી જોવા મળતા તમામ સ્ટોકના ભાવ ઉપર જોવા મળ્યા છે. ગઈકાલે એચડીએફસી બેન્ક માં 10% નો ઘટાડો નોંધાયા બાદ થોડી રિકવરી થઈ હતી પરંતુ આજે આ બેંકનો સ્ટોક ફરી એક વખત નીચે જોવા મળી રહ્યો છે.

હાલ સેન્સેક્સ 925 પોઇન્ટ વધીને 75150 પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 285 પોઇન્ટની તેજીના પગલે નિફ્ટી 23225 પર જોવા મળી રહ્યો છે. મિડકેપ નિફ્ટી 900 પોઇન્ટ અને નિફ્ટી બેંક 825 પોઇન્ટ વધી છે. આજે સરકારી બેંકો, મેટલ તેમજ એનર્જી ની સાથે સાથે આઇટી કંપનીના સ્ટોકમાં વધારો જોવા મળ્યો છે.
બીજી બાજુ સોના અને ચાંદીમાં ગઈકાલે ગાબડા પડ્યા બાદ આજે વાયદા બજારમાં તેજી સાથે શરૂૂઆત થઈ હતી. આજે વાયદા બજારમાં ચાંદીમાં રૂૂપિયા 6500 વધીને હાલ ₹2,37,900 પર જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટમાં ચાંદીનો હાજર ભાવ 246640 પર જોવા મળી રહ્યો છે. સોનામાં આજે રૂૂપિયા 3000 નો વધારો નોંધાતા વાયદા બજારમાં સોનું 148100 પર જોવા મળી રહ્યું છે. જ્યારે રાજકોટમાં હાજર ભાવ ₹1,53,145 જોવા મળી રહ્યો છે.

રૂૂપિયો આજે વધુ 29 પૈસા નબળો પડ્યો છે અને ડોલર 93.02 ની સપાટીએ જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલમાં ગઈકાલે 116 ડોલરની સપાટી જોયા પછી આજે તેમાં 10 ડોલરનો ઘટાડો થયો છે હાલ બ્રેન્ડ ક્રુડ 106.80 પર જોવા મળી રહ્યો છે.

Exit mobile version