Site icon Gujarat Mirror

જૂનાગઢમાં રીટાયર્ડ આર્મીમેન અને યુવક પિસ્તોલ સાથે સીન સપાટા કરતા ઝડપાયા

જૂનાગઢ એસઓજી પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. ચુનારા વાસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રહિમ ઉર્ફે રહીશ બેલીમ (30)ને પિસ્તોલ સાથે ઝડપ્યો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પિસ્તોલ રિટાયર્ડ આર્મીમેન શૈલેષ કાબા (ઉ.વ.34)નું છે

શૈલેષ કાબા માણાવદર તાલુકાના જીંજરી ગામનો વતની છે અને હાલમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહે છે. તે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ પોતાના પિસ્તોલનું લાયસન્સ રિન્યૂ કરાવ્યા વગર હથિયાર રાખતો હતો. તેણે આ પિસ્તોલ પોતાના મિત્ર રહિમને આપ્યું હતું.ત્યારે જુનાગઢ એસઓજીએ સીન સપાટા કરતા બંનેને ઝડપી લીધા છે.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી પિસ્તોલ (કિંમત રૂૂ. 30,000) અને ત્રણ જીવતા કાર્ટીસ મળી કુલ રૂૂ. 30,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી જૂનાગઢ રેન્જના ઈંૠઙ નિલેશ જાજડીયા અને જઙ બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ જઘૠ ટીમે કરી હતી. જઘૠના ઙઈં એમ.વી. રાઠોડની ટીમે ખાનગી બાતમીના આધારે આ કામગીરી કરી હતી. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. આ રીતે શહેરમાં ગેરકાયદે હથિયારો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.

Exit mobile version