ગુજરાત
રાજકોટના ગારીડા ગામની વાડીમાં અજગરનું રેસ્કયુ
રાજકોટ જીલ્લાના ગારીડા ગામે ખોડાભાઇ આંબાભાઇ વારીયાની વાડીમાં આઠ ફુટના મહાકાય અજગર દ્વારા ઢેલનો ભરડો લેતા મોત થયું હતું. આ બાબતની જાણ વનવિભાગને કરતા સ્ટાફ તાત્કાલીક વાડીએ દોડી આવ્યો હતો અને અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
આ અંગે ખેડુત ખોડાભાઇ આંબાભાઇ વારીયાએ જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યાની આસપાસ વાડીમાં 8 ફુટનો મહાકાય અજગર નિકળ્યો હતો. આ અજગરે વાડીમાં રહેલી ઢેલને ભરડામાં લીધી હતી. ભરડામાં લેતા ઢેલનું મોત નિપજયું હતું. આ ઘટનાની જાણી કુરજીભાઇ ગેલાભાઇ વારીયા દ્વારા વનવિભાગને કરવામાં આવતા ફોરેસ્ટર વિશાલભાઇ ડાંગર સહીતનો સ્ટાફ તાકીદે વાડીએ દોડી આવ્યો હતો અને અજગરનું રેસક્યુ કરી અને જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.