ગુજરાત

ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ સુધીનો હાઈવે તાકીદે રીપેર કરો: કલેક્ટર

Published

on

સરકારી દવાખાનાના વિવિધ પ્રશ્ર્નોનું તાત્કાલિક નિવારણ લાવવા, આજી રિવરફ્રન્ટની કામગીરી ઝડપથી શરૂ કરવા સૂચના

ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં સમસ્યાના ઢગલા કરતા જનપ્રતિનિધિઓ

મેડિકલ કોલેજના નવિનીકરણ માટે બજેટ સહિતના પ્રશ્ર્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા અધિકારીઓને આદેશ


રાજકોટ શહેર સહિત જિલ્લામાં પડેલા અતિભારે વરસાદથી રસ્તાઓનું ધોવાણ થતાં મગરની પીઠ સમાન બની ગયા છે. જેમાં ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો હાઈ-વે રોડ પર બિસ્માર થઈ ગયો છે. તેને તાકિદે રિપેર કરવા માટે કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યાં હતાં. જિલ્લાની યોજાયેલી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા સમસ્યાના ઢગલા કરવામાં આવ્યા હતાં.


આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બોરવેલની ડેટા એન્ટ્રી, જિલ્લાની આંગણવાડીઓમાં સુવિધા, સાયન્સ સેન્ટરમાં શૈક્ષણિક વર્ચ્યુઅલ વિભાગની મંજૂરી, આજી રિવરફ્રન્ટની કામગીરી, પી.ડી.યુ.મેડિકલ કોલેજ નવીનીકરણ બજેટ, વિવિધ રસ્તાઓના રિસર્ફેસિંગ, પાટણવાવ ખાતે ગામતળની જમીનમાં દબાણ, નેશનલ હાઇવે પર જરૂૂરી સાઈન બોર્ડ લગાવવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝ ખાતે આર.એસ.ઇ.ટી.ના માધ્યમથી તાલીમ આપવા, માધાપર ગામથી સાયન્સ સેન્ટર સુધીના રસ્તાના સમારકામ, ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના હાઈવેના સમારકામ વગેરેના પ્રશ્નો અંગે આ બેઠકમાં રજુઆત કરાઇ હતી, જે અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરએ જવાબદાર અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.


ધોરાજી-ઉપલેટા તાલુકામાં નવા આધાર કાર્ડ સેન્ટર શરૂૂ કરવા, તમામ કેનાલોની સફાઈ સમયસર અને ઝડપી કરવા, સરકારી દવાખાનાના વિવિધ પ્રશ્ર્નોનો તાત્કાલિક નિર્ણય કરવા, સાંસદની ગ્રાન્ટમાથી એમ્બ્યુલન્સ ફાળવેલ તે તાત્કાલિક આપવા આ બેઠકમાં રજુઆત કરી હતી, જે અંગે સત્વરે કાર્યવાહી કરવા કલેક્ટરએ અધિકારીઓને સૂચના આપી હતી.


મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ડો. મહેન્દ્ર પાડલીયા અને સંસદસભ્ય રામભાઇ મોકરીયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા.


આ બેઠકમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરીયા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, પ્રાદેશિક નગરપાલિકાઓના અધિક કલેકટર ઈલાબેન ચૌહાણ, પ્રાંત અધિકારીઓ ચાંદની પરમાર, ગ્રીષ્મા રાઠવા, વિમલ ચક્રવર્તી, જયસુખ લીખીયા, રાહુલ ગમારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કે.વી.મોરી, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામક જે.એ.બારોટ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, એ.સી.પી. વી.જી.પટેલ, સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.


રાજકોટ જિલ્લાની ઓક્ટોબર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version