આયાત કરવા માટે અમેરિકાએ આપી લીલીઝંડી: વેનેઝુએલાના એનર્જી સેકટર પરના પ્રતિબંધો હળવા: ભારતની રશિયન નિર્ભરતામાં થશે અધિક ઘટાડો
રિલાયન્સ કંપની હવે વેનેઝુએલાથી સીધું ખનીજ તેલ આયાત કરી શકે એ માટેનું ખાસ લાયસન્સ અમેરિકી વહીવટી તંત્રે રિલાયન્સને ફાળવાતા એક તો વેનેઝુએલાના એનર્જી સેકટર પરના પ્રતિબંધો હળવા થયા છે અને ભારત માટે સસ્તુ ઓઈલ મેળવવાના દ્વાર ખુલ્યા છે. આને કારણે રિલાયન્સ અત્યંત વાજબી ભાવે ઓઈલ મળશે.
મામલા સાથે બે સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે આ પગલું વેનેઝુએલા (ટયક્ષયુીયહફ) ના એનર્જી સેક્ટર પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલનો ભાગ છે. તેનાથી રિલાયન્સને સસ્તા ખનીજતેલની સપ્લાઈ મળી શકે છે અને વેનેઝુએલાના ઓઈલની નિકાસને પણ ગતિ મળી શકે છે. ગત મહિનાના પ્રારંભમાં અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાયા બાદ અમેરિકાના અધિકારીઓએ કહ્યુ હતુ કે વોશિંગ્ટન વેનેઝુએલાની એનર્જી ઈન્ડસ્ટ્રીઝ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઢીલ આપશે. તેનો ઉદેશ્ય કરાકાસ અને વોશિંગ્ટન વચ્ચે 2 અબજ ડોલરના ઓઈલ આપૂર્તિ કરારને આગળ વધારવો અને દેશની ઓઈલ ઈન્ડસ્ટ્રી માટે 100 અબજ ડોલરની યોજનાને આસાન બનાવવાનો છે.
નોર્મલ લાયસન્સ હેઠળ વેનેઝુએલામાં પહેલેથી કાઢવામાં આવેલા ઓઈલની ખરીદી, નિકાસ અને વેચાણની અનુમતિ આપવામાં આવે છે. તેમાં તે ક્રૂડ ઓઈળને રિફાઈન કરવાની પણ મંજૂરી સામેલ છે. તેની સાથે જ દુનિયાના સૌથી મોટા રિફાઈનિંગ કોમ્પ્લેક્સનું સંચાલન કરતી કંપની માટે ક્રૂડ ઓઈલની પડતર ઓછી થઈ શકે છે. રિલાયન્સે જાન્યુઆરીની શરૂૂઆતમાં આ લાયસન્સ માટે અરજી કરી હતી. જો કે કંપની તરફથી આના સંદર્ભે હજી સુધી કોઈપણ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી.
હાલના ઘટનાક્રમ બાદ રિલાયન્સ હવે વેનેઝુએલાથી સીધું ખનીજતેલ ખરીદી શકે છે. માનવામાં આવે છે કે આ પગલું રશિયાથી આવનારી સપ્લાઈનો વિકલ્પ બની શકે છે. આ મહિનાની શરૂૂઆતમાં રિલાયન્સે ટ્રેડર ટશજ્ઞિંહ પાસેથી 20 લાખ બેરલ વેનેઝુએલાનું ઓઈલ ખરીદયું હતું. વિટોલ અને ટ્રફિગુરાને અમેરિકા તરફથી વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ વેચવા અને બજારમાં ઉતારવા માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રપ્રમુખ માદુરોની ધરપકડ બાદ મળ્યું.
સૂત્રો મુજબ, વેનેઝુએલાથી સીધું ક્રૂડ ઓઈલ ખરીદવું રિલાયન્સ માટે વ્યાજબી સાબિત થઈ શકે છે. કરાકાસનું ભારે ક્રૂડ સામાન્ય રીતે ડિસ્કાઉન્ટ પર વેચાય છે. એટલે કે તેની કિંમત અન્ય સ્ત્રોતોની સરખામણીએ ઓછી હોય છે, જેનાથી રિફાઈનિંગ માટેની પડતર ઘટી શકે છે.
રિપોર્ટ મુજબ, રિલાયન્સ સહિત ઘણાં ભારતીય રિફાઈનર એપ્રિલમાં ડિલીવરી માટે રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીથી બચી રહ્યા છે. સંભાવના છે કે તે આગળ પણ આવા સોદાઓથી અંતર રાખી શકે. માનવામાં આવે છે કે આ પગલું ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત ટ્રેડ એગ્રિમેન્ટને આગળ વધારવામાં મદદ કરી શકે છે. રિલાયન્સ પહેલા પોતાના એડવાન્સ રિફાઈનિંગ કોમ્પ્લેક્સ માટે વેનેઝુએલાનું નિયમિત ખરીદદાર હતી.
પરંતુ 2025ની શરૂૂઆતમાં અમેરિકાના પ્રતિબંધોને કારણે તેને ખરીદી બંધ કરવી પડી હતી. કંપની બે રિફાઈનરી ચલાવે છે, જેની કુલ ક્ષમતા અંદાજે 14 લાખ બેરલ પ્રતિ દિવસ છે.

