Site icon Gujarat Mirror

ધૂરંધર-2 પ્રથમ દિવસે 102 કરોડની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ

રણવીર સિંહની અભિનયથી સજ્જ એડવાન્સ એક્શન-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’એ બોલિવૂડ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે પહેલા દિવસે (19 માર્ચ) જ 102.55 કરોડ રૂૂપિયાની નેટ કમાણી કરીને બોલિવૂડમાં એક દિવસમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી પહેલી હિન્દી ફિલ્મ બની છે. પેડ પ્રિવ્યુઝ (18 માર્ચ) સાથે મળીને ફિલ્મનું કુલ કલેક્શન હવે 145.55 કરોડ રૂૂપિયા પાર થઈ ગયું છે.

સેકનિલ્કના અહેવાલ મુજબ, ડે-0 (પેડ પ્રિવ્યુઝ) પર ફિલ્મે 43 કરોડ રૂૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. ત્યારબાદ ડે-1 પર તેણે 102.55 કરોડની ધમાકેદાર કમાણી કરી, જેમાં ગ્રોસ કલેક્શન 172.63 કરોડ સુધી પહોંચ્યું છે. આ આંકડા ફિલ્મની જબરદસ્ત લોકપ્રિયતા અને એડવાન્સ બુકિંગની તાકાત દર્શાવે છે. આજે બીજા દિવસે (ડે-2) ફિલ્મની શરૂૂઆત પણ ઘણી મજબૂત રહી છે. સવારે 8 વાગ્યા સુધીના આંકડા અનુસાર, ફિલ્મે 3.05 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે. વીકએન્ડ હોવાને કારણે આજે અને આવતીકાલે કલેક્શનમાં વધુ વધારો થવાની શક્યતા છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે ફિલ્મ વીકએન્ડ પર 150 કરોડથી વધુનું કલેક્શન કરી શકે છે.

Exit mobile version