Site icon Gujarat Mirror

મોચી બજારમાં સફાઇ કામદારના મકાનમાંથી 3.21 લાખના ઘરેણાની ચોરી કરનાર સંબંધી ઝડપાયો

રાજકોટ શહેરના મોચી બજારમાં રહેતા રવીભાઇ પરષોતમભાઈ વાઘેલા(ઉ.વ.32) ના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાંથી સોના અને ચાંદીના દાગીના સહિત રૂૂપિયા 3.21 લાખની ચોરી કરી જતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ ચાવડાએ તપાસ શરૂૂ કરી હતી તેમા આ ચોરીનાં ગુનામા ફરીયાદી રવીભાઇના ભાવનગર રહેતા સબંધીનો સગીર વયનો પુત્ર ચોરી ગયાનુ જાણવા મળતા તેને સકંજામા લઇ તમામ મુદામાલ રીકવર કરવામા આવ્યો છે.

રવિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ આર.એમ.સી.કચેરી ખાતે સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે.ગઈ તા.15/08ના રોજ બપોરના બે માતા હંસાબેન સાથે ભાવનગર ખાતે માસી બીમાર હોય ઘરને તાળુ મારી અને ભાવનગર ખાતે માસીની ખબર કાઢવા માટે ગયા હતા અને તા.18/08ના રોજ માસીનુ અવસાન થતા તેમના કારજની વિધી માટે ભાવનગર ખાતે રોકાયેલ હતા અને ગઈ તા. 24/08 રોજ સાંજના કાકા દિકરા સાગરભાઇ હસમુખભાઇ વાઘેલાનો ફોન આવેલ અને મને જણાવેલ કે તારા ઘરના દરવાજાનો લોક તુટેલ છે અને ઘરનો સામાન વેર વીખેર છે અને ત્યાર બાદ કાકાના દિકરા સાગરે મારા ઘરને બીજુ તાળુ મારી દિધેલ હતુ.

બાદ ગઈ તા.25/08ના રોજ સવારના હુ તથા મારી માતા અમે બન્ને ભવનગરથી ઘરે આવેલ અને મારા કાકાના દિકરા સાગરભાઇને ફોન કરતા તે ઘરે આવી ગયેલ અને મે તેમની પાસેથી ચાવી લઇને મારા ઘરનુ તાળુ ખોલી ઘરની અંદર જોતા ઘરમા સામાન વેરવિખેર પડ્યો હતો ઘરમાં કબાટનો દરવાજો પણ ખુલ્લો હતો અને કબાટની અંદર જોતા કબાટની અંદરની તિજોરીનો લોક મારેલ હતો તે તુટેલ હતો અને મે કબાટની અંદર તિજોરીમાં જોતા મે કબાટની તીજોરીમા રાખેલ સ્ટીલનો નાના ડબરામાં મારા તથા મારી માતા હંસાબેનના સોના-ચાંદીના ઘરેણા રાખેલ હતા તે સ્ટિલનો ડબરો જોવામાં આવેલ નહી જે સ્ટીલના ડબરામાં મે ઘરેણા મુકેલ હતા.જેમા ચાંદી અને સોનાના દાગીના જેની કુલ કિમંત રૂૂ.3,21,200 થાય તેની ચોરી કરી લઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવમા એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમા પીએસઆઇ રાણા , મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા , કરણભાઇ વીરસોડીયા, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઇ અને કનુભાઇ સહીતનાં સ્ટાફે તપાસ હાથ ધરી ફરીયાદીનાં સબંધીનાં સગીર વયનાં પુત્રને સકંજામા લઇ પુછતાછ હાથ ધરતા તેમણે ચોરીની કબુલાત આપી હતી. અને આ ઘરેણાની ચોરી કર્યા બાદ તેને ફાયનાન્સમા ગીરવે મુકી એકસેસ (સ્કુટર ) લેવાનો પ્લાન હોવાનુ જણાવ્યુ હતુ.

Exit mobile version