બલ્ક વેસ્ટ જનરેટ કરતા એકમોનું રજિસ્ટ્રેશન ફરજિયાત

રહેણાંક-કોમર્સિયલ સંકુલો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, મોલ્સ, હોટલો તથા ઉદ્યોગોને તાત્કાલિક નોંધણીની અપીલ ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અધિસૂચિતSolid Waste…

રહેણાંક-કોમર્સિયલ સંકુલો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, મોલ્સ, હોટલો તથા ઉદ્યોગોને તાત્કાલિક નોંધણીની અપીલ

ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અધિસૂચિતSolid Waste Management Rules, 2026, , જે તા.1 એપ્રિલ, 2026થી અમલમાં છે, તે અંતર્ગત પ્રથમ વખત Bulk Waste Generator (BWG) માટે વિશિષ્ટ વૈધાનિક જવાબદારીઓ નિર્ધારિત કરવામાં આવી છે. નિયમોના રૂલ-6 હેઠળ નોંધણી, સ્ત્રોતે જ કચરાનું પૃથક્કરણ, જૈવિક કચરાનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તથા Extended Bulk Waste Generator Responsibility (EBWGR) સહિતની જવાબદારીઓનું અનુપાલન હવે અનિવાર્ય બનાવવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કિર્તીબા રાણા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગર વિસ્તારમાં Bulk Waste Generator તરીકે આવતી તમામ સંસ્થાઓ, રહેણાંક સંકુલો, વ્યાવસાયિક સ્થાપનાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, મોલ્સ, ઔદ્યોગિક એકમો તથા અન્ય સંબંધિત એકમોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ વિલંબ કર્યા વિના પોતાની BWG નોંધણી પૂર્ણ કરી, નિયમોનું સમયબદ્ધ અનુપાલન સુનિશ્ચિત કરે.

Rule 6(a) મુજબ દરેક Bulk Waste Generator માટે સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સાથે નોંધણી કરાવવી વૈધાનિક રીતે અનિવાર્ય છે. આ જોગવાઈના અમલીકરણ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારાCentralised Online Solid Waste Management કાર્યરત કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી ઓનલાઈન નોંધણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

SWM Rules, 2026 મુજબ જે સંસ્થા, સંકુલ અથવા સ્થાપના પૈકી કોઈપણ એક માપદંડ પૂર્ણ કરે છે, તેને Bulk Waste Generator (BWG) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં કુલ બાંધકામ વિસ્તાર 20,000 ચોરસ મીટર અથવા તેથી વધુ હોય અથવા, દૈનિક પાણીનો વપરાશ 40,000 લિટર અથવા તેથી વધુ હોય; અથવા, દરરોજ 100 કિલોગ્રામ અથવા તેથી વધુ ઘન કચરોઉત્પન્ન થતો હોય તેનો સમાવેશ કરાયો છે.

આ જોગવાઈઓ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ સંકુલો, સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, ખાનગી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, હોટલો, મોલ્સ, માર્કેટ યાર્ડ, ઔદ્યોગિક એકમો, મેરેજ અને બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ તથા પ્રદર્શન કેન્દ્રો, સ્ટેડિયમ, રમતગમત સંકુલો, બસ ટર્મિનલ, રેલવે સ્ટેશન, એરપોર્ટ તથા અન્ય મોટા પ્રમાણમાં ઘન કચરો ઉત્પન્ન કરતી સંસ્થાઓને લાગુ પડે છે.

નિયમોનું ઉલ્લંઘન, ફરજિયાત નોંધણી ન કરાવવી, કચરાનું સ્ત્રોતે જ પૃથક્કરણ ન કરવું અથવા નિયમોમાં નિર્ધારિત અન્ય પ્રાવધાનોનું પાલન ન કરવાના કિસ્સામાં પ્રચલિત કાયદા મુજબ નિયમનકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.