Site icon Gujarat Mirror

હાપા યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક, વાહનોની લાંબી લાઈનો

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની અભૂતપૂર્વ આવક થઈ છે. યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં ડુંગળી આવી છે. આજે સવારથી જ યાર્ડમાં ડુંગળી ભરેલા 225 જેટલા વાહનો આવ્યા હતા અને અંદાજે 15000 ગુણી ડુંગળીની આવક થઈ છે. આ અચાનક વધેલી આવકને કારણે યાર્ડમાં ભારે ભીડ જોવા મળી હતી અને ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો યાર્ડની બહાર રોડ પર જોવા મળી હતી. આ સ્થિતિને જોતાં આજે સવારે 9:30 વાગ્યાથી નવી જાહેરાત થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં ડુંગળીની આવક થવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, ખેડૂતો અને વેપારીઓમાં આ અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Exit mobile version